Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધા પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના એક બાવાજી વૃદ્ધની તબીયત લથડ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ખીરી ગામમાં ભૂલથી ઝેરી દવાવાળા ડબલામાં પાણી પી લેવાતા મહિલા પર કાળનો પંજો પડ્યો છે અને ગોવાણામાં ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધા મોતને શરણ થયા છે.
જામનગરના સમર્પણ સર્કલ નજીક આવેલી વિશાલ હોટલ પાસેના હીરા પાર્કમાં રહેતા ગાંડાલાલ હરગોવિંદભાઈ નિમાવત નામના ૬૮ વર્ષના બાવાજી વૃદ્ધ શનિવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેઓની અચાનક જ તબિયત લથડતા તેઓને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા પુત્ર કિશોરભાઈ નિમાવતે પોલીસને જાણ કરી છે. મૃતક વૃદ્ધ ડાયાબિટીસ તથા બીપીની બીમારીથી પીડાતા હતા.
જોડિયા તાલુકાના ખીરી ગામના મૂળ વતની અને હાલમાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવના હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાનુબેન સોમાભાઈ વાઘેલા નામના ૩૦ વર્ષના દેવીપુજક મહિલા ગઇ તા.૨૦ની સાંજે ખીરી ગામના સીમ વિસ્તારમાં એક ખેતરમાં તાડી કાપતા હતા. ત્યારે તેઓને તરસ લાગતા તેઓએ બાજુમાં પડેલા એક ડબલામાં પાણી ભરી પી લીધું હતું. તે ડબલામાં ઝેરી જંતુનાશક દવા હતી અને તે ડબલામાં જ પાણી પી લેવાતા ભાનુબેનને ઝેરી અસર થવા લાગી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ધારશીભાઈ રાયમલભાઈ જખાણીયાએ પોલીસને તેની જાણ કરી છે.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા વિજયાબેન સામતભાઈ પીપરોતર નામના સગર વૃદ્ધા રવિવારે પોતાના ઘરે કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા આ વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા પુત્ર સંજયભાઈ પીપરોતરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial