Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હું ભાજપમાં જ રહેવાનો છું, પક્ષ છોડવાની વાત અફવા છેઃ ભીખાજી
મેઘરજ તા. ર૬ઃ ભીખાજી ઠાકોરના બદલે જેને ટિકિટ અપાઈ છે, તે શોભનાબેન સામે પણ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં પ્રચંડ આક્રોશ છે, અને સમર્થનમાં આજે મેઘરાજ સજ્જડ બંધ રહ્યું હોવાનું જાણવા મળે છે.
સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરના બદલે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતારતા ભીખાજીના સમર્થકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
ભીખાજીની ઉમેદવારી પાછી ખેંચાતા તેના સમર્થકોએ આજે મેઘરાજનું બંધનું એલાન આપ્યા પછી આજે મેઘરાજ સજ્જડ બંધ છે. ભાજપના કાર્યકર્તાઓમાં પણ પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેથી ભાજપે હવે શોભબેનને પણ બદલવા પડે, તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભીખાજીએ પોતે ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતને અફવા ગણાવીને ચોખવટ કરી છે કે તેઓ ભાજપમાં જ છે અને રહેશે. તેઓ ભાજપ છોડીને ક્યાંય જવાના નથી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે. કાર્યકરો ઉપરાંત લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
રૃપાલા સામે પણ રાજપૂતોનો રોષ
કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૃપાલા સામે પણ રાજપૂતોનો રોષ હજુ શમ્યો નથી. રૃપાલાએ અંગ્રેજી તથા રજવાડાઓને સાંકળીને જે નિવેદન આપ્યું હતું, તેની સામે રાજપૂતોમાં જબરદસ્ત રોષ ફાટી નીકળ્યો હતો. તે પછી રૃપાલાએ એક વીડિયો સંદેશ દ્વારા આ અંગે ચોખવટ કરીને માફી પણ માંગી લીધી હતી, તેમ છતાં હજુ રાજપૂત સમાજમાં રોષ શમ્યો નથી અને ઠેર-ઠેર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે.
પોસ્ટર વોર
પોરબંદર બેઠક પર પણ ખરાખરીનો જંગ જામ્યો છે, અને પોસ્ટર વોર શરૃ થયું છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા તથા લલિત વસોયા વચ્ચે ચૂંટણીજંગ વેગીલો બની રહ્યો છે. કેટલાક સ્થળે કાર્યકરોમાં પરસ્પર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે, અને પોસ્ટર વોર ચાલુ થયું હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial