Advertisement
Author: નોબત સમાચાર

ભારત પાસે દસ વર્ષ પછી પોતાનું અલાયદુ સ્પેસ સ્ટેશન હશેઃ ઈસરોની અનોખી સિદ્ધિ

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજય મંત્રીએ કરી જાહેરાત

નવીદિલ્હી તા. ૧૧: ભારત અંતરિક્ષ ક્ષેત્રે એક પછી એક નવીસિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. હવે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ૨૦૩૫ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે ૨૦૩૫ સુધીમાં અમારૃં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છીએ. તે ભારત સ્પેસ સ્ટેશન તરીકે ઓળખાશે. આ સિવાય ૨૦૪૦ સુધીમાં આપણે ચંદ્ર પર ભારતીયને ઉતારી શકીશું.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજયમંત્રીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ૨૭ ફેબ્રુઆરીએ તિરૂવનંતપુરમમાં ગગનયાન મિશનના અવકાશયાત્રીઓના નામની જાહેરાત કર્યા પછી કહ્યું હતું કે ૨૦૩૫ સુધીમાં ભારતનું પોતાનું સ્પેશ સ્ટેશન હશે. હવે તેનું સપનું ટૂંક સમયમાં સાકાર થતું જણાય છે. અત્યાર સુધી દુનિયામાં માત્ર બે જ સ્પેસ સ્ટેશન છે અને જો ભારત ખરેખર પોતાનું સ્પેસ સ્ટેશન બનાવે છે, તો આ એક ઐતિહાસિક સિદ્ધિ તો હશે જ, પરંતુ ભારત દુનિયાનો ત્રીજો દેશ પણ બની જશે કે જેની પાસે પોતાનું સ્પેસ સ્ટેશન હશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ ઈન્ડિયન સ્પેસ સ્ટેશન માટેની યોજનાઓનું અનાવરણ કર્યું છે, જે ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન બનવા તૈયાર છે. ૫૨ ટન વજન ધરાવતું બીએએસ શરૂઆતમાં ત્રણ અવકાશયાત્રીઓને હોસ્ટ કરશે. જો કે, ભવિષ્યમાં તેની ક્ષમતા વધારીને છ કરવાની યોજના છે. યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર, બેંગ્લોરમાં આયોજિત કન્નડ ટેકનિકલ સેમિનારમાં આ મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે.

સ્પેસ સ્ટેશન વાસ્તવમાં એક અવકાશયાન છે, જે લાંબા સમય સુધી અવકાશમાં રહેવા માટે સક્ષમ છે, તેથી તેને અવકાશનું ઘર કહી શકાય. તે એક કૃત્રિમ ઉપગ્રહ છે, જયાં અવકાશયાત્રીઓને રહેવા માટે અને અવકાશયાન રહેવા માટે એક ડોકિંગ પોર્ટ છે. સ્પેસ સ્ટેશન ઘણીવાર વૈજ્ઞાનિક હેતુઓ માટે લોન્ચ કરવામાં આવે છે, પરંતુ અહીંથી સૈન્ય પ્રક્ષેપણ પણ થયા છે, તેથી સ્પેસ સ્ટેશનનું મહત્ત્વ ઘણું વધારે છે.

અત્યાર સુધી દુનિયામાં માત્ર એક જ ઈન્ટરનેશનસ્પેસ સ્ટેશન હતું જેને નાસા દ્વારા ઘણા દેશોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ચીને પોતાનું સ્પેસ સ્ટેશન પણ તૈયાર કરી લીધું છે. તેથી હવે અવકાશમાં બે સ્પેસ સ્ટેશન છે.

ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યુ હોવાથી આવું કરનાર ત્રીજો દેશ હશે, જેને ઈન્ડિયન અંતરિક્ષ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.

બીએએસ ભવિષ્યના અવકાશ મિશન માટે માઈક્રોગ્રેવિટી, માનવ સ્વાસ્થ્ય અને જીવન ટકાવી રાખવાની તકનીકો પર અભ્યાસ કરવાની મંજૂરી આપશે. આ અવકાશ મિશનમાં ભારતને એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરશે. અમેરિકા અને ચીન જેવા દેશો પહેલાથી જ તેમના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલી રહ્યા છે. હવે તેમાં ભારતનું નામ પણ સામેલ થશે. આ પ્રોજેકટનો ઉદ્દેશ્ય યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપવાનો અને અવકાશમાં વ્યવસાયની નવી તકો ઉભી કરવાનો છે.

ઈસરોએ ચંદ્રયાન-૧ સાથે ચંદ્ર પર પાણીની શોધની લઈને ચંદ્રયાન-૩ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરાણ સુધી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. બીએએસ ઈસરોના વારસામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ઉમેરશે, વૈશ્વિક અવકાશ સંશોધનમાં ભારતનું સ્થાન વધુ મજબુત કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh