Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નકામા થઈ ગયેલા ઈલેકટ્રોનિક સાધનોના નિકાલ માટે
જામનગર તા. ૧૧: નકામી ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓના કચરાના નિકાલ માટે રોટરી કલબ- જામનગર દ્વારા ઈ-વેસ્ટ કલેકશન મેગા-ડ્રાઈવ શરૂ કરશે.
અન્ય કચરાની જેમ ઈ-વેસ્ટ એટલે કે જુના, નકામાં થઈ ગયેલ કોમ્પ્યુટર, લેપટોપ, સર્વર, પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક, ટોસ્ટર, માઈક્રોવેવ, એ.સી., વોશિંગ મશીન, સોલાર, પેનલ, કિચન ચીમની, પ્રિન્ટર, સ્કેનર, ફોટો કોપીયર, ટી.વી., મોબાઈલ ફોન, હેડફોન, હેન્ડ-ફ્રી, સી.સી. ટીવી કેમેરા, ગેઈમ કન્ટ્રોલર, ઈલેકિટ્રક શેવર- બ્રશ-ડ્રાયર જેવી વસ્તુઓ બહુ પ્રદુષણ ફેલાવે છે.
ઈ-વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવો બહુ જરૂરી છે. અને તેમ ના કરવાથી અનેક પ્રકારના કેમિકલ જમીન- પાણીને પ્રદુષિત કરે છે, તેથી ઈ-વેસ્ટનો એકઠો કરી, યોગ્ય રીતે નિકાલ થાય તે માટે રોટરી કલબ- જામનગર અને તેની તમામ રોટરેકટર કલબ દ્વારા ઈ-વેસ્ટ કલેકશન ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે જેમાં કચરે સે આઝાદી વડોદરાનો સહયોગ સાંપડયો છે.
આગામી તા. ૧૩ ડિસેમ્બર સુધી ચાલનાર આ અભિયાનમાં ઈ-વેસ્ટ આપવા ઈચ્છા હોય તેમની સુવિધા માટે જામનગર શહેરમાં સ્ટર્લીંગ એજન્સીઝ, લીમડા લેન સ્વદેશી, રણજીત રોડ, સ્ટેટસ ફર્નીચર, ટાઉન હોલ રોડ, મહાવીર માર્ટ, સુમેર કલર રોડ, વીકે ઈન્ડ., હાપા એચ.એન. મશીન ટુલ્સ, શંકર ટેકરી, હોટેલ જશ પેલેસ, ખોડીયાર કોલોની, રવિ બ્રાસ ઈન્ડ., વિઝન ઈન્ડ. પાર્ક, ચંગા, કોપરનીક્ષ મેટલ, દરેડ, આદિનાથ એકશ્ત્રુંઝન, દરેડ રાજ ઈન્ડ. શંકર ટેકરી ઉ.નગર, પટેલ પેક ઈન્ડ., નાઘેડી, જીજે-૧૦-બીસ્ત્રો, ડોમિનોઝ પીઝા પાસે, ઈ-વેસ્ટ કલેકશન સેન્ટર ગોઠવવામાં આવેલ છે.
નવાનગર બેંકના મેનેજમેન્ટે પણ પર્યાવરણ સુરક્ષાના આ પ્રોજેકટમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવતા નવાનગર બેંકની તમામ શાખાઓ ઉપર પણ ઈ-વેસ્ટ કલેકશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જામનગરની રાધિકા સ્કુલ, નંદ-વિદ્યા નિકેતન, સેન્ટ ઝેવિયર્સ, હરિયા સ્કૂલ, હરિયા કોલેજ, પોદાર સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલમાં ઈ-વેસ્ટ કલેકશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જેમ સુકો અને ભીનો કચરો જેમ પર્યાવરણને હાની પહોંચાડે છે તેમ ઈ-વેસ્ટ પણ હાનીકારક છે, તેને ભેગો કરી યોગ્ય રીતે નિકાલ કરવો અત્યંત જરૂરી છે. રોટરી કલબ- જામનગર અને તેની તમામ રોટરેક કલબ દ્વારા ઈ-વેસ્ટ કલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે તેમાં આપની પાસે હોય તે ઈ-વેસ્ટ જમા કરાવવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
ઈ-વેસ્ટ કરાવનારે કલેકશન સેન્ટર પર રાખેલ કયુઆર કોડ સ્કેન કરી, જરૂરી વિગત ભરવી જરૂરી છે. ઈ-વેસ્ટ જમા કરાવનાર તમામને, તેમના મોબાઈલ ઉપર સંસ્થા દ્વારા ઈ-સર્ટીફિકેટ પણ મોકલી આપવામાં આવશે, તેમ સંસ્થાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial