Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છરી બતાવી લંૂટી લેવાયા હતા રૂપિયા સાડા નવ લાખઃ
જામનગર તા. ૧૧: જામનગરની ગ્રેઈન માર્કેટમાં વર્ષ ૨૦૧૪માં એક આંગડીયા પેઢીની ઓફિસમાં રૂપિયા સાડા નવ લાખ રોકડાની લૂંટ ચલાવાઈ હતી. તે ગુન્હામાં સંડોવાયેલા આરોપી પૈકીના બે આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં બારદાનવાલા રોડ પર આવેલી નિલમ ચેમ્બરમાં કાર્યરત પી.એમ. એન્ડ કંપની નામની આંગઢીયા પેઢીમાં ગઈ તા.૨૦-૧-૧૪ના દિને મનોજ દ્વારકાદાસ પોપટ નામના સંચાલક હાજર હતા ત્યારે બપોરે ત્રણેક વાગ્યે બે અજાણ્યા શખ્સ ઓફિસમાં ઘૂસ્યા હતા.
આ શખ્સોએ મરચાની ભૂક્કી મનોજભાઈ પર છાંટી ગાળો ભાંડી તેઓને પછાડ્યા હતા અને છરી જેવા તિક્ષણ હથિયારથી ગાલ અને આંગળી પર ચેકા મારી ઈજા પહોંચાડી હતી અને ગભરાઈ ગયેલા મનોજભાઈને જે હોય તે આપી દેવાની તાકીદ કરી હતી. આ શખ્સોએ ટેબલના ખાનામાંથી રૂપિયા સાડા નવ લાખ રોકડા થેલામાં ભરી લીધા હતા. આ વેળાએ ચા વાળો આવતા તેને પણ ધમકાવી બેસાડી દઈ બંને લૂંટારા નાસી ગયા હતા.
પોલીસમાં તેની ફરિયાદ કરાતા આઈપીસી ૧૨૦ (બી), ૩૯૪, ૪૫૨, ૫૦૪, ૩૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં દેવેન નારણભાઈ જોષી, કિશન ભરતભાઈ જોષી નામના બે સહિત ચાર શખ્સની ધરપકડ કરી હતી અને આઈપીસી ૩૯૭ની કલમનો ઉમેરો કર્યાે હતો. આ કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે ૨૫ દસ્તાવેજી પુરાવા, ૨૬ સાહેદ ની જુબાની રજૂ કરી હતી.
બંને પક્ષની દલીલો વચ્ચે આરોપી પક્ષે ફરિયાદીના નિવેદનમાં મહત્ત્વનો વિરોધા ભાસ છે અને ઓળખ પરેડમાં સાહેદોના નિવેદન પણ શંકા પ્રેરક જણાઈ રહ્યા છે તેવી દલીલ કરી ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકાથી પર રહી સાબિત કરી શક્યા નથી તેવી દલીલ કરી હતી. અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપી દેવેન નારણભાઈ તથા કિશન ભરત જોષીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial