Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગધેથડ ગાયત્રી આશ્રમના આંગણે દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટવાની ધારણાઃ ગુરૂપૂજન-ભોજન-પ્રસાદનું આયોજન
જામનગર તા. ૧૧: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન ગધેથડના ગાયત્રી આશ્રમના આંગણે આગામી તા. ૧૫મી ડિસેમ્બરે ગુરૂ દત્તાત્રેય ભગવાનની જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિકોત્સવમાં ગુરૂવંદનાનો ભાવપૂર્વક કાર્યક્રમ યોજાશે. જેમાં દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડવાની ધારણાં છે.
૧૫મી ડિસેમ્બરે ગુરૂપૂજન, ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઉમટી પડનારા ભાવિકો માટે પાર્કિંગ તથા દર્શન- પૂજા માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુરૂદત્તાત્રેય જયંતીની ઉજવણી અંતર્ગત પૂ. લાલબાપુના પ્રેરક ઉપસ્થિતિમાં એક વિશિષ્ટ કાર્યક્રમ ગધેથડના ગાયત્રી આશ્રમમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂ. લાલબાપુએ જણાવ્યું હતું કે રાજપૂતોની શકિત અને ભકિતનો શ્રેય ખરેખર માતાઓ અને બહેનોને ફાળે જાય છે. આપણે માતા- બહેનોને જગદંબા કહીએ તો જરાય ખોટું નથી.
ગધેથડના પાવન ભૂમિ પર અઢારેય વર્ણના લોકો આવે છે. આશ્રમમાં હજારો દર્દીઓ આવે છે, નિદાન કરી દવા આપવામાં આવે છે. અહીં કેન્સરગ્રસ્ત દર્દીઓ પણ આવે છે. અને નિઃશૂલ્ક સેવા આપવામાં આવે છે.
આ તકે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ઉદ્દબોધન કરી જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજમાં એકતા કરવા, તેનું જતન કરવા, વ્યસન મુકિત અંગે સામૂહિક ચિંતન કરવાનો સમય આવી ગયો છે.
જયારે જામનગરના યુવરાજ અજય જાડેજાએ પૂ. લાલબાપુના આશીર્વાદ લઈ જણાવ્યું હતું કે, જામસાહેબ શત્રુશલ્યિસંહજી જાડેજાએ મને અહીં સંસ્કાર શીખવા મોકલ્યો છે.
આ પ્રસંગે જામનગરના યુવરાજ અજયસિંહ જાડેજા (ક્રિકેટર), રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા, ગોંડલથી રાજેન્દ્રસિંહજી બાપુ, લાઠીથી ઠાકોર કીર્તિકુમાર-સિંહજી, વીરપુરથી ઠાકોર દેવેન્દ્રસિંહજી, ખીરસરાના જયસિંહજી બાપુ, જામનગરના કે. એસ. અર્જુનસિંહજી, અમરસિંહજી, રાજવિજય-સિંહજી, ઠા. જયદીપસિંહજી, દરબાર ઉપેન્દ્રસિંહજી, દરબાર સાહેબ જયવીરસિંહજી, કે. એસ. હરિચંદ્રસિંહજી, કે. એસ. ચંદ્રજીતસિંહજી, ધીરજસિંહજી બાપુ, પુંજાભાઈ વાળા, દરબાર રાજસિંહજી વાળા, મા. સાહેબ ભારતીબા, ભરતસિંહજી વાળા, રાજદિપસિંહ વાળા, નિર્મળસિંહજી વાળા, જશવંત-સિંહજી વાળા, આણંદપુરથી જીતેન્દ્રભાઈ ખાચર, જયવીર-સિંહ દાદાબાપુ, રાજેન્દ્રસિંહ વાળા, જયરાજસિંહજી, સહિત અન્ય રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ક્ષત્રિય અગ્રણીઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, જામનગરના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા), ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેેજા, ગણેશજી, કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અન્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ધ્રોલથી ક્ષત્રિય અગ્રણી ધર્મવિજયજી, ચંદ્રજીતસિંહજી યશવંતકુમાર, ભરતસિંહજી વગેરે આવેલા હતાં.
સાંસદ શકિતસિંહજી ગોહિલ તથા શંકરસિંહજી વાઘેલાએ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
પૂ. લાલબાપુ
ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં મૂળ નામના મેળવી ચૂકેલા પૂ. લાલબાપુએ ૬૫ વર્ષની ઉમર દરમિયાન ૫૦ વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે. તેઓ પાંચથી વધુ એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે.
પૂ. લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટિરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને મળતા નથી. તેમની સાધના કુટીરમાં તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરૂ આવેલું છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે. જયાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી.
તા. ૧૫ના ગુરૂભકિત કાર્યક્રમ
ગુરૂદત્તાત્રેય જયંતીની ઉજવણી નિમિતે ગાયત્રી આશ્રમ ગધેથડમાં તા. ૧૫ મીના રવિવારે ગુરૂ ભકિત કાર્યક્રમનું આયોજન કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial