Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરના પિતા-પુત્ર સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક આસામી સામે મીઠાપુરના વ્યક્તિએ થોડા સમય પહેલાં વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવી હતી. તે પછી નગરના આસામીએ તે ફરિયાદી તથા તેના પિતા સામે છેતરપિંડી આચર્યાની અને તે જ રીતે બીજા વ્યક્તિ સામે પણ વ્યાજ વટાવની ફરિયાદ કરી વેચી નાખેલા બંને ટ્રક પરત મેળવી લીધાની રાવ કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના ગાંધીનગર પાસે આવેલા સોનિયાનગરમાં વસવાટ કરતા યાકુબભાઈ હુસેનભાઈ માકોડા નામના આસામીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં વસવાટ કરતા ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી તથા તેના પુત્ર સાગર ભાયાણી સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આઠેક મહિના પહેલાં ધીરજલાલ તથા સાગરે જીજે-૩૭-ટી ૫૩૭૬ નંબરના ટ્રકના વેચાણ અંગે વાતચીત કર્યા પછી યાકુબભાઈ પાસેથી રૂ.પ લાખ મેળવ્યા હતા.
તે પછી યાકુબભાઈના મિત્ર કિરણભાઈ વાલજીભાઈ રબારી ના ક્રેડીટ કાર્ડમાંથી તેઓએ રૂ.૨૦૩૫૯૨ હાથઉછીના આપ્યા હતા. યુપીઆઈથી તે રકમ આપવામાં આવી હોવા છતાં સાગર ધીરજલાલે થોડા સમય પહેલાં યાકુબભાઈ સામે વ્યાજખોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છેતરપિંડી કરી હતી.
તે ઉપરાંત નવલસિંહ ભીખુભા જાડેજા નામના આસામી સાથે પણ બે ટ્રક અંગે સોદો કરી તેનો કબજો સોંપી દીધા પછી ખોટી રજૂઆત કરી બંને ટ્રક પરત મેળવી લેવા તેમની સામે પણ પોલીસમાં વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવાયાની વિગતો ફરિયાદમાં જાહેર કરી છે. પીએસઆઈ ઝેડ.એમ. મલેકે આઈપીસી ૪૨૦, ૨૧૧, ૧૨૦ (બી) હેઠળ પિતા-પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial