Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારામારામાં બંને જૂથના ૨૬ને થઈ હતી ઈજાઃ
ખંભાળિયા તા. ૧૧: ઓખામંડળમાં આવેલા રૂપેણ બંદરમાં હોડી પાર્ક કરવાના મુદ્દે બે માછીમાર જૂથ વચ્ચે ઝઘડો થયા પછી બે જૂથ બાખડી પડ્યા હતા. જેમાં ૨૬ વ્યક્તિને ઈજા થઈ હતી. આ ગુન્હામાં પોલીસે બંને પક્ષના મળી ૧૯ આરોપીની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રૂપેણ બંદરે દ્વારકાના સ્થાનિકો તથા હર્ષદ, લાંબા વગેરે વિભાગોમાંથી ડિમોલિશન થતાં વસવાટ તથા કામ માટે આવેલા માછીમાર પરિવારોના બે જૂથ પટેલીયા તેમજ ભેંસલીયા પરિવાર વચ્ચે બંદર પર હોડી પાર્કિંગ કરવા બાબતે તકરાર થતી રહેતી હતી.
તે દરમિયાન બંને જૂથ વચ્ચે તાજેતરમાં લોહિયાળ જંગ થયો હતો. જેમાં ૨૬ વ્યક્તિને ઈજા થઈ હતી, વધુ ઈજા પામેલા ત્રણને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં દ્વારકાના પોલીસવડા નિતેશ પાંડેય તથા સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દ્વારકા પીઆઈ ભટ્ટ દ્વારા એક પક્ષના છ અને બીજા પક્ષના ૧૩ મળી ૧૯ શખસની ધરપકડ કરી છે. તથા આગામી સમયમાં રૂપેણ બંદરે બીજી વખત અથડામણનો બનાવ ન બને તે માટે સખત પોલીસ બંદોબસ્ત પણ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial