Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રની આયુર્વેદિક હોસ્પિટલમાં કરાવશે સારવાર
જોધપુર તા. ૧૧: આસારામને હાઈકોર્ટની મોટી રાહત આપતા ૧૭ દિવસની પેરોલ મંજૂર કર્યા છે. આ દરમિયાન આસારામ મહારાષ્ટ્રના પુણેની એક આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર કરાવવા જશે.
યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામ બાપુને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટ તરફથી ફરી એકવાર ૧૭ દિવસ માટે પેરોલની મંજૂરી મળી ગઈ છે. જોધપુર હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનોદ માથુરની ખંડપીઠે આસારામ બાપુની ૧૭ દિવસની પેરોલની અરજી મંજૂર કરી છે.
કહેવામાં આવી રહૃાું છે કે આસારામ બાપુ મહારાષ્ટ્રના પુણેની એક આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર કરાવવા જઈ રહૃાા છે. સગીર પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને હાઈકોર્ટે આપેલી પેરોલમાં મુસાફરીના ૨ દિવસનો સમાવેશ થાય છે. ત્યારબાદ એવું માનવામાં આવે છે કે આસારામ ૧૫ ડિસેમ્બર સુધીમાં જોધપુરથી મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલ માટે સારવાર માટે રવાના થઈ શકે છે.
હાલ આસારામ જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહૃાા છે. તેને ત્યાં દાખલ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ ૧૦ નવેમ્બરથી ૩૦ દિવસ સુધી પેરોલ પર જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લઈ રહયા હતા. જેનો સમયગાળો આજે મંગળવારે પૂરો થયો હતો. ત્યારબાદ તેમણે કોર્ટ સમક્ષ પુણેની માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે પરવાનગી માંગી હતી. તેની અરજી પર જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેંચે આસારામને માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે ૧૫ ડિસેમ્બરથી ૧૭ દિવસ માટે પેરોલ આપ્યો છે.
આસારામના વકીલ કાલુરામ ભાટીએ કહયું કે આસારામ હાલ જોધપુરની ખાનગી આરોગ્ય આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર કરાવી રહૃાા છે. આસારામ ૧૫ ડિસેમ્બર સુધી જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં દાખલ રહેશે. ૧૫ ડિસેમ્બરે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરથી મહારાષ્ટ્રની માધવબાગ આયુર્વેદ હોસ્પિટલ લઈ જવામાં આવશે. ૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પરત જોધપુર પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial