Advertisement
Author: નોબત સમાચાર

ગોરધનપર પાસે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

અજાણ્યું વાહન ઠોકર મારીને નાઠુઃ

જામનગર તા. ૧૧: જામનગર ખંભાળિયા રોડ પર ગોરધનપર નજીક ગઈકાલે સાંજે નગરના એક યુવાનને અકસ્માત નડ્યો હતો. તેમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામ નજીક ગોરધનપર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે જઈ રહેલા જામનગરના જેઠવા રામદેવસિંહ પ્રતાપસિંહ નામના યુવાનને અકસ્માત નડ્યો હતો.

આ યુવાનના બાઈકને પાછળથી એક વાહને ઠોકર માર્યા પછી રોડ પર પછડાયેલા રામદેવસિંહને બીજુ વાહન ચગદીને નીકળી ગયું હતું. સ્થળ પર હાજર વ્યક્તિઓએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ દોડી આવી હતી. તેમાં આ ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અકસ્માત સર્જનાર વાહનોની શોધ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh