Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટાબાપુ, ભાભુ, ભત્રીજા સહિત ચાર સામે ગુન્હો નોંધાયોઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક સોની પરિવારના ત્રણ ભાઈ, બે બહેનના પરિવારમાં બે ભાઈ વચ્ચે એક મકાન માટે મનદુખ ઉભુ થયા પછી ગઈકાલે કાજીના ચકલા પાસે એક ભાઈના રહેણાંક મકાને મારામારી થઈ હતી. મોટાબાપુએ નાના ભાઈની પત્ની તથા ભત્રીજા સામે, જ્યારે ભત્રીજાએ મોટાબાપુ તથા ભાભુ સામે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મોટી હવેલી વિસ્તારમાં આવેલા કાજીના ચકલામાં રહેતા અજીતભાઈ રમેશભાઈ મોનાણી ગઈકાલે સવારે પોતાના ઘરે ગયા ત્યારે તેમના પત્ની નીતાબેન સાથે દિગ્વિજય પ્લોટ શેરી નં.૪માં રહેતા હેત મનિષભાઈ મોનાણી તથા પ્રીતિબેન મનિષભાઈ મોનાણી ઝઘડો કરતા હતા. ત્યારે જ અજીતભાઈ પહોંચતા આ બંને વ્યક્તિએ ગાળો ભાંડી ઝપાઝપી શરૂ કરી હતી.
આ વેળાએ હેતે બાજુમાં પડેલુ માટલુ ઉપાડી ઝીંકી દીધુ હતું અને તે પછી મકાન ખાલી કરી દેજે તેમ કહી બંને વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અજીતભાઈએ પોતાના ભત્રીજા હેત મનિષ ભાઈ તથા ભાભી પ્રીતિબેન સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદની સામે હેત મનિષભાઈ મોનાણીએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, કાજીના ચકલામાં આવેલા તેમના દાદાના મકાને તેઓ સામાન લેવા ગયા ત્યારે ભાભુ નીતાબેને તેમની સાથે ગાળા ગાળી કર્યા પછી આવી ગયેલા મોટા બાપુ અજીતભાઈએ પણ ગાળો ભાંડી ઝઘડો કર્યાે હતો અને ત્યાં પડેલો સળીયો ઉઠાવી હેતને મારવા ઉપરાંત વચ્ચે પડેલા તેના માતા પ્રીતિબેન સાથે પણ ઝપાઝપી કરી મકાને આવતા નહીં, મારી નાખીશું તેવી ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ પરથી બે મહિલા સહિત ચારેય સામે ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ અજીતભાઈના પત્ની નીતાબેનને તેમના સસરા રમેશભાઈ તરફથી તે મકાન આપવામાં આવ્યું છે. તેનો દસ્તાવેજ નીતાબેનના નામે કરવામાં આવ્યો હતો. ત્રણ ભાઈ તથા બે બહેનના પરિવારમાં ભાઈઓમાં સૌથી મોટા અજીતભાઈ તથા પત્ની નીતાબેન સાથે મકાનમાં ભાગ આપવાના પ્રશ્ને વચેટ ભાઈ મનિષભાઈ મોનાણી માગણી કરતા હતા અને તે બાબતે બંને ભાઈઓ વચ્ચે વિખવાદ ઉભો થયા પછી ગઈકાલે ઉપરોક્ત બનાવ બન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial