Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોટરી કલબના ૭૫મા સ્થાપના વર્ષની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૧૧: રોટરી કલબ જામનગરની સ્થાપનાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારના શિક્ષણને સુદૃઢ બનાવવા માટે ૧૯ સ્માર્ટ બોર્ડ તથા કોમ્પ્યુટર લેબ પ્રોજેકટ લોકાર્પણ કરાશે.
રોટરી કલબ ઓફ જામનગર દ્વારા એમના ૭૫મા વર્ષના સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વર્ષને સેવા વર્ષ તરીકે ઉજવવાનું નકકી કર્યું હતું અને આ દરમિયાન વિવિધ સેવા પ્રકલ્પો કર્યા હતા. એમાંના એક એવા જામનગરના ગ્રામ્ય વિસ્તારની ૧૭ ગ્રામ્ય સ્કૂલોમાં શિક્ષણ શુદૃઢ બને અને વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીથી શિક્ષણ મળી રહે એ હેતુથી રોટરી ફાઉન્ડેશન સાથે મળીને ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેકટ અંતર્ગત આ ૧૭ સ્કૂલો ઉપરાંત વિસ્તારમાં ચાલતા રોટરી દ્વારા ટયુશન કલાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ આપતા શ્રી શશીભગત અને સરોજમાં રોટરી ડીઝાસ્ટર સેન્ટરમાં કુલ ૧૯ સ્માર્ટ બોર્ડ તથા આઠ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ પ્રસ્થાપિત કરવાનો કુલ રૂપિયા ૩૦ લાખથી વધુનો પ્રોજેકટ હાથ ઉપર લીધો હતો.
આ પ્રોજેકટમાં રોટરી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ અને પીસ રિવર રોટરી કલબ કેનેડા રોટરી ડિસ્ટ્રીકટ ૫૩૭૦ના સહયોગથી આ પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત કુલ ૧૯ સ્માર્ટ બોર્ડ ૭૫ ઈંચના અદ્યતન ટેકનોલોજીના જેમાં એન્ડ્રોઈડ અને વિન્ડો બેઝ ડબલ ઓપરેટિંગ સિસ્ટમ સાથે છે.
તદુપરાંત લેટેસ્ટ પ્રોસેસર ધરાવતા ૧૬ કોમ્પ્યુટર દ્વારા આઠ કોમ્પ્યુટર લેબ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે.
જેનો લોકાર્પણનો કાર્યક્રમ રોટરી ડિસ્ટ્રિકટ ફાઉન્ડેશન ચેર પ્રશાંતભાઈ જાની તથા પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર શ્રી મનીષભાઈ દવે પીસ રિવર રોટરી કલબ ઓફ કેનેડાના સભ્ય અને પ્રતિનિધિ ગૌરાંગભાઈ શુકલ તથા જામનગર ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં લોકાર્પણ તા. ૧૩-૧૨-૨૦૨૪ શુક્રવાર શ્રી શશીભગત અને સરોજમાં રોટરી ડીઝાસ્ટર સેન્ટર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમ્પાઉન્ડમાં યોજાશે. તેમ રોટરી કલબ જામનગરના પ્રેસિડેન્ટ કમલેશભાઈ સાવલા તથા સેક્રેટરી હેમાલીબેન શાહ અને પ્રોજેકટ ચેર. બ્રિજેશ ઝવેરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial