Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તામિલનાડુ, પુડુચેરી, કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટઃ
નવી દિલ્હી તા. ૧૧: હવામાન વિભાગે જણાવ્યા મુજબ નવ રાજ્યોમાં શીતલહેર ફેલાવા પામી છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ તથા પહાડી રાજ્યોમાં હિમવર્ષાની સંભાવના છે.
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં બર્ફીલા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. મંગળવારે રાત્રે દિલ્હીમાં લઘુતમ તાપમાન ૮ ડીગ્રીથી નીચે પહોંચી ગયું હતું. પહાડોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. તેની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
શનિવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણ ઠંડી ધીમે ધીમે વધી રહી છે. મંગળવારે તડકો રહ્યો હતો, પરંતુ ઠંડા પવનો ચાલુ રહ્યા હતાં. સવાર-સાંજ પવનના કારણે લોકો ઠંડક અનુભવી રહ્યા છે. બુધવારે બપોર પછી હવામાન ચોખ્ખું રહેશે. દિલ્હીનું મહત્તમ તાપમાન ર૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૭ ડીગરી રહી શકે છે. રાજસ્થાન, યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, શીત લહેર ચાલી રહી છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, યુપી, બિહાર, ઝારખંડ, બંગાળ, સિક્કિમ, આસમ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળે છે. સોમવારે શ્રીનગરમાં આ સિઝનનું સૌથી ઓછું તાપમાન -પ.૪ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સોનમર્ગ-૯.૭ ડીગરી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. ગુલમર્ગમાં પારો -૯.૦ ડીગ્રી નોંધાયો હતો. કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. અહીં દક્ષિણ ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્ય અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં પહાડોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આ પછી પારામાં ઘટાડો નોંધાશે. દરમિયાન દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એકવાર મધ્યમ શ્રેણીમાં નોંધાઈ હતી. આગામી બે દિવસ આમ જ રહેવાની શક્યતા છે. મંગળવારે સાંજે ૪ વાગ્યે શહેરનો ર૪ કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ર.૩૪ નોંધાયો હતો, જ્યારે સોમવારે તે મધ્યમ ૧.૮૬ શ્રેણીમાં રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial