Advertisement
Author: નોબત સમાચાર

યુવાનોના અકાળે અવસાન માટે કોવિડની રસી જવાબદાર નથીઃ આઈસીએમઆર

રાજ્યસભામાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આપી માહિતીઃ

નવી દિલ્હી તા. ૧૧: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશમાં યુવાનોના આકસ્મિક મૃત્યુને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સંધોન ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં આઈસીએમઆરનો આ અભ્યાસ અહેવાલ રજૂ કર્યો તેમાં જણાવ્યું હતું કે યુવાનોના અકાળે મૃત્યુ માટે કોવિડ-૧૯ ની રસી જવાબદાર નથી. રસીકરણ ખરેખર આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશમાં યુવાનોના આકસ્મિક મૃત્યુને લઈને મોટો ખુલાસો કર્યો છે. આઈસીએમઆર એ એક અભ્યાસ પછી કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનોના અકાળે મૃત્યુનું કારણ કોવિડ રસીકરણ નથી, પરંતુ કંઈક બીજુ છે.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ મંગળવારે (૧૦ ડિસે. ર૦ર૪) રાજ્યસભામાં આઈસીએમઆરનો આ અભ્યાસ અહેવાલ રજૂ કર્યો હતો. એક પ્રશ્નના કારણે ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

આ અભ્યાસ દર્શાવે છે કે રસીકરણ ખરેખર આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.

વાસ્તવમાં કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કોવિડ રસીકરણને કારણે યુવાનો અકાળે મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ આ અહેવાલે આ આશંકાઓને ઘણી હદ સુધી દૂર કરી દીધી છે.

કેસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ૧૮-૪પ વર્ષની વયના વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે દેખીતી રીતે સ્વસ્થ હતાં અને તેમને કોઈ જાણીતી બીમારી નોહોતી અને જેઓ ૧ ઓક્ટોબર ર૦ર૧ અને ૩૧ માર્ચ ર૦ર૩ વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતાં. આ સંશોધન ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. અભ્યાસના વિશ્લેષણમાં કુલ ૭ર૯ કેસ એવા હતાં જેમાં અચાકન મૃત્યુ થયા હતાં, જ્યારે ર૯૧૬ સેમ્પલ હતા જે હાર્ટ એટેક પછી સાચવવામાં આવ્યા હતાં.

તારણો દર્શાવે છે કે કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ, ખાસ કરીને બે ડોઝ લેવાથી, કોઈપણ કારણ વિના અચાનક મૃત્યુની શક્યતા નોંધપાત્ર રીતે ઘટાડે છે.

આ અભ્યાસમાં કેટલાક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, મૃત્યુના ૪૮ કલાક પહેલા આલ્કોહોલ પીવો, મૃત્યુના ૪૮ કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં વ્યાયામ) નો સમાવેશ થાય છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા માટે એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. એઈએફઆઈ વિશે જાગૃક્તા વધારવા માટે નડ્ડાએ જણાવ્યું હતું કે, રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોર્ટીંગ વધારવા માટે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

સરકાર જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્ય-સભામાં જણાવ્યું હતું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. તેમણે કહ્યું, હકીકતમાં આ આઈસીએમઆર અભ્યાસ દર્શાવે છે કે કોરોના રસી આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.

તેના અહેવાલમાં આઈસી-એમઆર એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતાં. આઈસી-એમઆરની નેશનલ ઈન્સ્ટિ. ઓફ ઓપિડે-મિયોલોજીએ આ અભ્યાસ ૧૮-૪પ વર્ષની વયના વ્યક્તિઓ પર કર્યો હતો જેઓ સ્વસ્થ હતાં અને તેમને કોઈ રોગ નહોતો અને ૧ ઓક્ટોબર ર૦ર૧ અને ૩૧ માર્ચ ર૦ર૩ ની વચ્ચે અણધાર્યા કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતાં.

આ સંશોધન ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન આવા ૭ર૯ કેસો નમૂના તરીકે લેવામાં આવ્યા હતાં. જેનું અચાનક મૃત્યુ થયું હતું અને ર૯૧૬ નમૂના એવા હતાં જે હાર્ટ એટેક પછી સાચવવામાં આવ્યા હતાં. સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈપણ કારણ વગર અચાનક મૃત્યુની શક્તાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

આ સંશોધનમાં કેટલાક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. જેમાં મૃતકનું કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવું. પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના ૪૮ કલાક પહેલા વધુ પડતું પીવું, ડ્રગનો ઉપયોગ અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) મૃત્યુ પહેલાના ૪૮ કલાકમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. તેના બદલે કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, પરિવારમાં આવા આકસ્મિક મૃત્યુનો ઈતિહાસ અને જીવનશૈલીની અમુક વર્તણૂકો જેવા પરિબળો આવા મૃત્યુની સંભાવનાને વધારે છે.

નડ્ડાએ જણાવ્યું કે રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા માટે એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ કેન્દ્રો પર એનાફિલોક્સિસ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને રસીકરણ પછી વ્યક્તિને ફરજિયાતપણે ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. એઈએફઆઈ વિશે જાગૃક્તા વધારવા માટે, નડ્ડાએ જણાવ્યું મતું કે રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોર્ટીંગ વધારવા માટે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકાર જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, વેક્સિનની આડ અસરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ વર્ષે ૧૪ ઓક્ટોબરે સુપ્રિમ કોર્ટે કોરોના વેક્સિનને કારણે બ્લડ ગંઠાઈ જવા જેવી આડઅસરનો આરોપ લગાવતી અરજીઓ ફગાવી દીધી હતી. તત્કાલિન ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે, આ અરજીઓ માત્ર સનસનાટીભરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh