Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ બેટરી, મોટર, ફોન સહિત રૂ.ર લાખનો મુદ્દામાલઃ
જામનગર તા. ૧૧: જામનગરના જુદા જુદા બે વિસ્તારમાં બે વાહનમાંથી કુલ દસ બેટરીની ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ હાલમાં રાજકોટમાં રહેતા એક શખ્સને પકડી પાડ્યો છે. તેણે ચોરીની કબૂલાત આપી દસ ચોરાઉ બેટરી કાઢી આપી છે. તેની મોટર સહિત રૂ.૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલથી સાતરસ્તા તરફ જતાં રોડ પર બની રહેલા ઓવર બ્રિજ નીચે એક આસામીની રાખવામાં આવેલી બે બસમાંથી તેમજ દિગ્જામ સર્કલ પાસે અન્ય એક આસામીની ત્રણ બસમાંથી કુલ દસ બેટરી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ફરિયાદની તપાસમાં સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે ઝુકાવ્યા પછી સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના તથા પીએસઆઈ પી.એન. મોરી, એે.કે. પટેલના વડપણ હેઠળ સ્ટાફે વોચ રાખી દિગ્જામ સર્કલ, અંધાશ્રમ પુલ નીચેથી મહેબુબ અલાઉદ્દીન નામના શખ્સને પકડી પાડ્યો છે. રાજકોટના કોઠારીયામાં બરકતનગરમાં રહેતા મૂળ વાંકાનેર તાલુકાના તીથવા ગામના આ શખ્સને એલસીબી કચેરીએ ખસેડી તેની પૂછપરછ આરંભાઈ હતી.
આ શખ્સે ઉપરોક્ત બંને ચોરીની કબૂલાત આપી પોતાની ઈકો મોટરમાંથી દસેય ચોરાઉ બેટરી કાઢી આપી છે. તે બેટરી તેમજ રૂ.દોઢ લાખની ઈકો અને એક મોબાઈલ મળી કુલ રૂ.૨,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
આ શખ્સે આઠેક મહિના પહેલાં રાજકોટના સહકાર રોડ પર ટ્રકમાંથી, છ મહિના પહેલા ગોંડલ રીંગરોડ પર ટેઈલરમાં, સાતેક મહિના પહેલા મીતાણા ચોકડી પાસે પુલ નીચે ટ્રેક્ટર માંથી બેટરી ચોર્યાની કબૂલાત આપી છે. આ શખ્સ સામે ટંકારા, ગોંડલ, વઢવાણ, જોરાવરનગર તેમજ જામનગર ના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં અને કાલાવડમાં ત્રણ ગુન્હા નોંધાયા હોવાનું ખૂલ્યું છે. આ શખ્સનો કબજો સિટી સી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ આરોપી પોતાની ઈકો મોટરમાંથી રાત્રિના સમયે જુદા જુદા વિસ્તારમાં ફરી જે સ્થળે ટ્રક, ટ્રાવેલ્સની બસ કે ટ્રેક્ટર જેવા વાહન રાખવામાં આવ્યા હોય ત્યાંથી બેટરી ચોરી કરી લેતો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial