Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૨૭૨ લાખ તથા રૂ.૬૪ લાખથી વધુના ખર્ચની દરખાસ્તો મંજૂર
જામનગર તા. ૧૧: જામનગરના ગાર્ડનમાં સોલાર ટ્રીનાં ઈન્સ્ટોલેશન અને વાર્ષિક મેન્ટનન્સ માટે રૂ. ૧૫૮ લાખ ૨૯ હજારના ખર્ચને આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવી હતી.
આજે કુલ ૨૭૨ લાખ ૫૩ હજારમાં ખર્ચને અને રૂ. ૬૪.૬૨ લાખનાં ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિટી દેવેન્દ્રસિંહ ઝાલા, ઈન્ચાર્જ આસી. કમિશનર (વહીવટ) ભાવેશ જાની અને ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતાં.
વોર્ડ નંબર ૧, ૬ અને ૭ માં ગટરનાં કામ માટે રૂ. ૧૫ લાખ, અને વોર્ડ નંબર ૧૦, ૧૧ અને ૧૨ માટે રૂ. ૭ લાખ ૫૦ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો. વોર્ડ નં. ૧૬ જડેશ્વર ચોકડીથી મયુર ગ્રીન્સ સુધી સીસી રોડ માટે રૂ. ૧૯.૨૪ લાખના ખર્ચને મળી મંજુરી આપવામાં આવી હતી.
સોલાર ટ્રી, સોલાર ટ્રી (ગજીબો)નાં ઈન્સરો અને મેન્ટનન્સ માટે રૂ. ૧૫૮ લાખ ૨૯ હજારના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. શહેરના એમ્યુઝમેન્ટ પાર્કમાં ૨૦ કિલો વોટનાં એક એવા ટાવર લગાવાશે. જેમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. વોર્ડ નંબર ૯ થી ૧૬માં કાર્યરત ભૂગર્ભ ગટર સાથે જોડાણ થઈ શકે તેવી રીતે ભૂગર્ભ ગટરનો પાઈપ લાઈન માટે રૂ. ૩૩ લાખ ૯૫ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.
બેડી અને મહાપ્રભુજી બેઠક ઈએસઆર હેઠળના વિસ્તારમાં ટેન્કર વડે પાણી વિતરણ કરવાનાં કામ માટે રૂ. ૩૮.૫૫ લાખનાં ખર્ચને મંજુર રાખવામાં આવ્યો હતો.
જયા બનેલા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મેડિકલ સર્જીકલ ફર્નિચર માટે રૂ. ૬૪.૬૨ લાખનો ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આમ આજની બેઠકમાં કુલ ૨૭૨.૫૩ લાખના ખર્ચ અને રૂ. ૬૪.૬૨ લાખને ખર્ચ સૈદ્ધાંતિક કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial