Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમંત્રીના ટ્વીટમાં પોલીસની કામગીરીની સરાહનાઃ
ખંભાળિયા તા.૧ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે વ્યાજખોરો સામે શરૃ કરેલી કડક કાર્યવાહી પછી જરૃરિયાતવાળા લોકોને લોન મળે તે માટે શરૃ કરેલી સંકલન સહિતની કામગીરીમાં જિલ્લાના લોનવાચ્છુઓને રૃા.૧ કરોડ ઉપરાંતની લોનના ચેક આપવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રીએ ટ્વીટ કરી દ્વારકા પોલીસની કામગીરીની સરાહના કરી છે.
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાંની ફરિયાદ અંગે લોકદરબાર તથા લોન મેળવવા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લામાં રૃા.૧.૦૭ કરોડ, જામનગરમાં રૃા.૭૫ લાખની લોનના ચેકો સાથે ત્રણ જિલ્લામાં રૃા.સાડા ચાર કરોડની લોનના ચેકો આપવા ઝડપી કામગીરી કરતા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જિલ્લા પોલીસવડાઓની કામગીરી બિરદાવી હતી.
ગૃહમંત્રીએ ટવીટર પર દ્વારકા જિલ્લા પોલીસની લોન અંગેની કામગીરી, ચેક વિતરણ કાર્યક્રમની સરાહના ઉપરાંત અશોક સવજીભાઈ કછટીયાનો વ્યાજખોરો વિરૃદ્ધ પોલીસની શરૃ થયેલી કામગીરીથી તેમની જિંદગી બચી ગયાનો રજૂ થયેલો પ્રતિભાવ પણ વખાણી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag