Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિના કારણે પજવતી થતી હોવાની આપી કેફિયતઃ
જામનગર તા.૧ ઃ જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે જઈ ગઈકાલે રાત્રે એક યુવાને ઝેરી દવા પી લેતાં અફડાતફડી મચી ગઈ છે. પોલીસ પોતાને વિના કારણે પજવતી હોવાનું અને માર મારતી હોવાનું જણાવી આ યુવાને પોલીસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા અર્જુન રમેશભાઈ રાઠોડ નામના યુવાને ગઈકાલે રાત્રે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે પહોંચી પોતાના એક મિત્રને વીડિયો બનાવવાનું કહ્યા પછી તેમાં પોલીસ સામે કેટલાક આક્ષેપો કરી આ યુવાને પોતાની સાથે લાવેલી ઝેરી દવાની શીશી મોઢે માંડી લીધી હતી.
દવાની અસર થવા લાગી તે દરમિયાન ૧૦૮ને બોલાવી આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેણે પત્રકારો સમક્ષ કેટલાક આક્ષેપો કરી પોલીસ પોતાને વિના કારણે પજવતી હોવાની વાત કરી હતી. તેણે જણાવ્યા મુજબ સોમવારે સાંજે આ યુવાન જ્યારે પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે તેને સિટી-સી ડિવિઝનના સ્ટાફે રોકી નામ પૂછ્યા પછી પોલીસ સ્ટેશન લઈ જઈ ચોવીસ કલાક માટે લોકઅપમાં મૂકી દીધો હતો. ત્યાંથી ગઈકાલે સાંજે તેને મુક્ત કરાયા પછી ઘેર પહોંચેલા આ યુવાનને સાડા છએક વાગ્યે ફરીથી પકડી લેવામાં આવ્યો હતો અને તેનું બાઈક કબજે કરી લેવાયું હતું.
તે પછી આ યુવાનને ફરીથી જવા દેવામાં આવ્યો હતો. આવી રીતે પોલીસ પોતાને હેરાન કરતી હોય તેમ જણાવી અને પોલીસે પટાથી માર મારવા ઉપરાંત વીજ શોક આપ્યાનો આક્ષેપ કરી અર્જુને વીડિયો બનાવ્યા પછી પોલીસ સ્ટેશન પાસે જ ઝેરી દવા પી લેતાં અફડાતફડી મચી ગઈ છે. આ યુવાનને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભીખાભાઈ તથા જાવેદભાઈ નામના બે પોલીસ કર્મચારીના નામ પણ ઉચ્ચાર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag