Advertisement
Author: નોબત સમાચાર

એસ્સાર દ્વારા ભારત અને ઈંગ્લેન્ડમાં ૩.૬ ડોલરનું રોકાણ કરવા એસ્સાર એનર્જી ટ્રાન્જિશનનો પ્રારંભ

ઊર્જા પરિવર્તનના ક્ષેત્રે યુ.કે.માં ૨.૪ અબજ ડોલર અને ભારતમાં ૧.ર અબજનું રોકાણ થશે

લંડન તા. ૧ઃ એસ્સારે યુ.કે. અને ભારતમાં ઊર્જાના પરિવર્તનમાં ૩.૬ અબજ ડોલરનું રોકાણ કરવા ઈઈટીની શરૃઆત કરી છે. આ કાર્ય એસ્સાર ટ્રાન્ઝિશનની રચના એસ્સારની વૃદ્ધિ અને વિકાસ માટે એની સ્થિતિને ફરી મજબૂત કરશે. ર.૪ અબજ ડોલરના રોકાણના કાર્યક્રમમાં યુ.કે.માં બ્લુ અને ગ્રીન હાઈડ્રોજન, એમોનિયા, જૈવઈંધણ અને રિફાઈનરીનું ડિકાર્બોનાઈઝેશન સામેલ છે. નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ઉત્સર્જનમાં આશરે ર૦ ટકાનો ઘટાડો કરશે. કંપની ભારતમાં ૧.ર અબજ ડોલરનું રોકાણ કરશે.

ઊર્જા, ધાતુઓ અને ખાણ, માળખાગત સુવિધા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ ધરાવતા એસ્સાર ગ્રુપે નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં યુકેનું અગ્રણી ઊર્જા પરિવર્તન કેન્દ્ર ઊભું કરવા એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (ઈઈટી) બનાવવાની જાહેરાત કરી હતી. ઈઈટી આગામી પાંચ વર્ષમાં કાર્બન ઊર્જા તરફ આગેકૂચ માટે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા માટે કુલ ૩.૬ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી ર.૪ અબજ ડોલરનું રોકાણ લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે સ્ટેનલોમાં એની સાઈટમાં થશે અને ભારતમાં ૧.ર અબજ ડોલરનું રોકાણ થશે.

એસ્સાર ઓઈલ યુકે, નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડમાં કંપનીનો રિફાઈનિંગ અને માર્કેટિંગ વ્યવસાય વર્ટેક્સ હાઈડ્રોજન, જે યુકેના બજાર માટે ૧ ગિગાવોટ (જીડબલ્યુ) બ્લૂ હાઈડ્રોજન વિકસાવે છે. આગળ જતા એની ક્ષમતા ૩.૮ ગિગાવોટ કરશે. ફ્યુચર એનર્જી, જે ભારતમાં ૧ ગિગાવોટ ગ્રીન એમોનિયા વિકસાવે છે, જેના લક્ષિત બજારો છે - યુકે અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારો સ્ટેનલો ટર્મિનલ્સ લિમિટેડ, જે સંગ્રહને સક્ષમ બનાવે છે અને પાઈપલાઈનની માળખાગત સુવિધા વિકસાવે છે, અને ઈઈટી જૈવ ઈંધણો, જે ૧ એમટી લો કાર્બન જૈવઈંધણોમાં રોકાણ કરે છે. ઈઈટીના રોકાણનો કાર્યક્રમ યુકેના લો કાર્બન પરિવર્તનને વેગ આપવામાં ચાવીરૃપ ભૂમિકા ભજવશે. સરકારની ડિકાર્બોનાઈઝેશનની નીતિને ટેકો આપશે અને નધર્ન પાવરહાઉસ અર્થતંત્રના હાર્દમાં સ્થિત અતિ કુશળ રોજગારીની તકો ઊભી કરશે.

વિવિધ હાઈડ્રોજન ઉત્પાદન ટેકનોલોજીઓ, ડિકાર્બોનાઈઝેશન, જૈવઈંધણો (માર્ગ અને ઉડ્ડયન) અને માળખાગત પ્રોજેકેટસમાં આ રોકાણ નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડને યુરોપમાં અગ્રણી પોસ્ટ કાર્બન ઔદ્યોગિક કલસ્ટર્સ પૈકીનું એક ઝડપથી બનાવવામાં પ્રદાન કરશે. ઈઈટી માને છે કે, આ રોકાણ આશરે ૩.પ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડના ઘટાટાને ટેકો આપશે, જે નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં કુલ ઔદ્યોગિક ઉત્સર્જનનો આશરે ર૦ ટકા હિસ્સો ધરાવે છે.

ઈઈટીની રચના એસ્સારની વૃદ્ધિ અને નવેસરથી વિકાસ મટો પોતાની સ્થિતિને ફરી મજબૂત બનાવવાના યુગની શરૃઆત છે. અત્યારે એસ્સાર આધુનિક, પર્યાપ્ત અને ઈએસજી નિયમોનું પાલન કરતી ટેકનોલોજીઓ સાથે નવી ભવિષ્યલક્ષી એસેટ્સમાં રોકાણ કરી રહી છે, જે કેટલાંક દાયકાઓ સુધી ચાલશે. એસ્સાર ગ્રુપની ઈઈટી ઉપરાંત અન્ય સસ્ટેઈનેબિલિટી રોકાણલક્ષી યોજનાઓમાં સામેલ છે. ભારતમાં એલએનજી મૂલ્ય સાંકળનું નિર્માણ, જેમાં એલએનજી ટ્રક ઉત્પાદન અને એલએનજી ઈંધણ સ્ટેશનો સામેલ છે, પૂર્વ ભારતમાં ઓડિશામાં પેલેટ પ્લાન્ટની સ્થાપના અને સાઉદી અરેબિયાના રાસ-અલ-ખૈરમાં વર્ષે ૪ મિલિયન ટનની ક્ષમતા ધરાવતા ગ્રીન સ્ટીલ કોમ્પ્લેક્ષનું નિર્માણ.

ઈઈટીની વ્યૂહરચનાના પાયામાં એ હકીકત રહેલી છે કે, હાઈડ્રોજન અને જૈવઈંધણો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઈંધણો બની રહ્યાં છે તથા યુકે યુરોપિયન લો કાર્બન ઈંધણોના બજારની ઝડપી વૃદ્ધિનું નેતૃત્વ કરવાની મજબુત સ્થિતિમાં છે. યુકેને લો કાર્બન ઊર્જાના ઉત્પાદનને ટેકો માટે અદ્યતન નિયમનકારી અને નીતિગત માળખાતમાંથી લાભ મળી રહ્યો છે. જેમાં યુકે સરકારનો વર્ષ-ર૦૩૦ સુધીમાં ૧૦ ગિગાવોટ હાઈડ્રોજન ઉત્પાદન હાંસલ કરવાનો લક્ષ્યાંક, લો કાર્બેન હાઈડ્રોજન માળખાનો વિકાસ, કુશળતા અને ગ્રાહકની મહત્ત્વપૂર્ણ માંગ સામેલ છે. બજારની વૃદ્ધિમાં એટલી હદ તક છે કે, દાયકાના અંત અગાઉ ઈઈટીને એના કુલ રોકડપ્રવાહનો બે તૃતિયાંશ હિસ્સો વિવિધતાસભર લો કાર્બન સ્ત્રોતોમાંથી મળી શકે એવો અંદાજ છે.

યુકે સરકારે વર્ષ-ર૦ર૧ માં હાયનેટની પસંદગી સંપૂર્ણ કામગીરીને ટેકો મળે એવી સંભાવના ધરાવતા દેશમાં ફક્ત બે હાઈડ્રોજન ફલસ્ટર્સમાંથી એક તરીકે પસંદગી કર્યા પછી હાઈનેટ કલસ્ટરના હાર્દરૃપે એસ્સારની સ્ટેનલો સાઈટ યુકેના ઊર્જા પરિવર્તનની યોજનાના માળખામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ઈઈટીની ડિકાર્બોનાઈઝેશન યોજનાના ભાગરૃપે આ દાયકાના અંત અગાઉ સ્ટેનલો રિફાઈનરી પોતે કાર્બન ઉત્સર્જનમાં ૭પ ટકાનો ઘટાડો હાંસલ કરશે, જે યુકેની આ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ફ્યુલ સપ્લાયરને યુરોપમાં સૌથી વધુ સસ્ટેઈનેબ્લ રિફાઈનરીઓ પૈકીની એક બનાવે છે.

યુકેમાં ર.૪ અબજ ડોલરના રોકાણ ઉપરાંત ઈઈટી ભારતમાં લો કાર્બેન ઈંધણો માટે વાજબી ખર્ચ ધરાવતા વૈશ્વિક પુરવઠા કેન્દ્રને વિકસાવવા ૧.ર અબજ ડોલરનું રોકાણ પણ કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા સામેલ છે. એમોનિયાની નિકાસ ભારતમાંથી યુકે, યુરોપ અને દુનિયામાં ગ્રીન હાઈડ્રોજન માટે બજારની વધતી માંગને પૂર્ણ કરવા માટે થશે. ઈઈટીનું ભારતમાં રોકાણ દેશની વિકસતી હાઈડ્રોજન આકાંક્ષા પૂર્ણ કરવા મદદરૃપ થશે. ભારત સરકારનું પ્રોત્સાહન આપતું નિયમનકારી માળખું દેશને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન અને નિકાસનું અગ્રણી આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવામાં મદદરૃપ થાય એ રીતે બનાવવામાં આવ્યું છે, જે માટે ભારત સરકારે ૪-જાન્યુઆરી-ર૦ર૩ ના રોજ પોતાના રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન અભિયાનને મંજૂરી આપી હતી.

એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઈયાએ કહ્યું હતું કે, "ઈઈટીની શરૃઆત લો કાર્બેન ઊર્જામાં યુકેને મોખરે રાખવા એસ્સારની લાંબાગાળાની કટિબદ્ધતામાં મોટું સીમાચિન્હ છે. અમે ભવિષ્યલક્ષી લો કાર્બેન ઈંધણોનું ઉત્પાદન કરીને યુકેની ઊર્જા પરિવતન તરફની આગેકૂચની તક ઝડપીને રોમાંચિત છીએ, જે નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક કાર્બેન ડાયોકસાઈડનું ર૦ ટકા ઉત્સર્જન ઘટાડવામાં મદદરૃપ થશે. આ કામગીરી દુનિયામાં પરંપરાગત ઉદ્યોગો કેવી રીતે ભવિષ્યલક્ષી ઊર્જાના ઉત્પાદન માટે સફળતાપૂર્વક પરિવર્તિત થઈને કેન્દ્ર બની શકશે એની રૃપરેખા પ્રદાન કરશે"

એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશનના મેનેજિંગ પાર્ટનર ટોની ફાઉન્ટેઈને કહ્યું હતું કે, "ઈઈટીની મહત્ત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ યુકેની નેટ ઝીરો આકાંક્ષાઓ ૫ૂરી કરવા અને તેમાંથી મોટા પાયે પર્યાવરણલક્ષી ફાયદાઓ હાંસલ કરવામં મદદરૃપ થવાની સાથે સ્ટેનલો માટે લાંબાગાળાના સસ્ટેઈનેબ્લ ભવિષ્યને પણ સુરક્ષિત કરશે, આગામી પેઢીઓ માટે નધર્ન પાવરહાઉસ અર્થતંત્રના હાર્દમાં નવી અતિ કુશળતા ધરાવતી રોજગારીની તકો સુરક્ષિત કરશે અને ઊભી કરશે."

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh