Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માવઠાની સંભાવનાઃ હીટવેવને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી
અમદાવાદ તા. ૧ઃ ગુજરાતમાં ઉનાળો આ વર્ષે આકરો રહેશે અને માર્ચના બીજા સપ્તાહથી ગરમીનું જોર વધશે, તે ઉપરાંત માવઠાની આગાહી પણ હવામાન નિષ્ણાતે કરી છે, તો કેન્દ્ર સરકારે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરી છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાનું અનુમાન છે તેમજ હવામાન નિષ્ણાત પ્રમાણે રાજ્યમાં ઉનાળો આકરો રહેશે. રાજ્યમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૧ ડીગ્રી હોવાની શક્યતા છે તેમજ રાજ્યમાં આગામી બે દિવસમાં તાપમાન ઘટાડાની આગાહી છે. જેમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે તાપમાને એકથી ત્રણ ડીગ્રી ઘટશે તથા સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે.
માર્ચના બીજા સપ્તાહથી ગરમીનું જોર વધશે. રાજ્યમાં આગામી બે દિવસમાં તાપમાન ઘટાડાની આગાહી છે. જેમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે તાપમાને એકથી ત્રણ ડિગ્રી ઘટશે તથા સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે તેમજ માર્ચના બીજા સપ્તાહથી ગરમીનું જોર વધશે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉનાળાની શરૃઆત સાથે કમોસમી વરસાદની આગાહી છે. તેમાં માર્ચના બીજા સપ્તાહમાં કમોસમી વરસાદનું અનુમાન છે તથા હવામાન નિષ્ણાતનું કમોસમી વરસાદને લઈ અનુમાન છે કે ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ થવાથી કમોસમી વરસાદનું અનુમાન છે.
બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં હીટવેવની સંભાવના જણાવાઈ રહી છે. હવામાન વિભાગના વિજ્ઞાની એસ.સી. ભાણે કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ઓછો વરસાદ, સ્વચ્છ આકાશ અને એન્ટી-સાઈકલોનિક સર્કયુલેશન સર્જાતા તાપમાનમાં વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકારે હીટવેવ માટે અત્યારથી એડવાઈઝરી જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે માર્ચથી મે મહિનામાં આકરામાં આકરો તડકો પડશે. ગરમીમાં ડિહાઈડ્રેશન થવાની શક્યતા છે એટલે સતત પાણી, નાળિયેર પાણી, લીંબુ સરબત પીવું. બપોરે ૧ર થી ૩ વચ્ચે બહાર નીકળવાનું ટાળવું. બાળકોને કારમાં એકલા ન મૂકવા. ખાંડવાળા ગરમ પીણા, વધુ પ્રોટીનવાળા અને વાસી ભોજનથી દૂર રહેવા સલાહ અપાઈ છે.
હવામાન વિભાગના મતે ૧૯૦૧ થી અત્યાર સુધીમાં ફેબ્રુઆરી ર૦ર૩ નું મહત્તમ (દિવસનું) તાપમાન સૌથી વધુ પહેલા ક્રમે રહ્યું, જ્યારે લઘુતમ (રાત્રિનું) તાપમાન પાંચમા ક્રમે છે. મધ્ય ભારતમાં માર્ચમાં જ હીટવેવ શરૃ થઈ ગયો છે, જો કે ઉત્તરના પહાડી, મેદાની અને પશ્ચિમ-પૂર્વના રાજ્યોમાં માર્ચમાં ઓછો હીટવેવ રહેશે, પરંતુ એપ્રિલ-મે મહિનામાં વધી જશે. દક્ષિણ ભારતના રાજ્યોને છોડીને બાકીના સ્થળોએ તાપમાન વધુ રહેશે.
દેશના ઉત્તરીય ભાગોમાં માર્ચની તારીખ ૪ થી ગરમી વધશે, તો ૧ર, ૧૩ માર્ચમાં હવામાન પલટાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન ગંભીર રોગોથી પીડાતી વ્યક્તિઓની ખાસ કાળજી લેવા સલાહ અપાઈ છે, અને જેથી નવજાત બાળકો, વૃદ્ધો વગેરેની ખાસ કાળજી લેવા સલાહ અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag