Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીની વાડીનાર રિફાઈનરીની મુલાકાતે પેટ્રોકેમિકલ્સ સેક્રેટરી અરૃણ બરોકા

પેટ્રોકેમિકલ પ્રોજેકટની કામગીરીની સમીક્ષા ઃ

વાડીનાર તા. ૧ઃ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગના સેક્રેટરીશ્રી અરૃણ બરોકા (આઈએએસ)એ નયારા એનર્જીની વાડીનાર રિફાઈનરીની મુલાકાત લીધી હતી તથા કંપનીના પેટ્રોકેમિકલ પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી ધરાવતી ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી પેટ્રોરસાયણ ક્ષેત્રમાં એનો પ્રવેશ કરવાના માર્ગે સારી રીતે અગ્રેસર છે. દેશમાં પેટ્રોરસાયણ વપરાશના સૌથી મોટા વિસ્તાર પશ્ચિમ ભારતમાં રિફાઈનરીના વ્યૂહાત્મક સ્થાનનો વિચાર કરીએ, તો કંપની આ ઊંચી વૃદ્ધિ ધરાવતા સેગમેન્ટમાં સારી રીતે પ્રવેશ કરવાની સ્થિતિમાં છે.

આ પ્રસંગે શ્રી અરૃણ બરોકાએ કહ્યું હતું કે, એ નિહાળવું પ્રેરણાદાયક છે કે નયારા એનર્જી દેશમાં સંકલિત પેટ્રોરસાયણો માટે સંકુલ વિકસાવવા માટે કટિબદ્ધ છે. મને ખાતરી છે કે, કંપની દેશની પેટ્રોરસાયણની વધતી જરૃરિયાતો પૂર્ણ કરવાની સાથે ભારતની સંપૂર્ણ વિકાસગાથામાં પણ પ્રદાન કરશે.

પોતાના પેટ્રોરસાયણ વિસ્તરણ પ્રોજેકટના ફેઝ-૧ ના ભાગરૃપે નયારા એનર્જીએ ગુજરાતમાં એની વાડીનાર રિફાઈનરીમાં ૪પ૦ કેટીપીએ ક્ષમતા ધરાવતો પોલીપ્રોપીલીન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે તથા મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. પોલીપ્રોપીલીન પ્લાન્ટ વર્ષ (ર૦ર૩-ર૪)ના અંતિમ ગાળામાં વાણિજ્યિક ધોરણે કામગીરી શરૃ કરશે એવી અપેક્ષા છે. પ્રોજેકટ નયારાની મેગા પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની ક્ષમતાનો પુરાવો છે. નયારા રિફાઈનિંગથી રિટેલ સુધી હાઈડ્રોકાર્બનની સંપૂર્ણ વેલ્યુ ચેઈનમાં મજબૂત કામગીરી ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh