Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી તથા ભોગ બનનારના પુત્રી-પુત્ર મેસેજ કરતા હોવાની જાણ પછી મામલો બીચક્યોઃ
જામનગર તા.૧ ઃ કાલાવડના હરિપર-મેવાસા ગામના એક પ્રૌઢ ગઈકાલે ધુનધોરાજી ગામ પાસેથી બાઈકમાં જતાં હતા ત્યારે તેમના પર મેવાસા ગામના જ એક શખ્સે બોલેરો ચઢાવી દઈ તેઓની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. તે પછી મોટરમાંથી પાઈપ કાઢી આ પ્રૌઢને ફટકારાયા હતા અને બંંદૂક બતાવી પતાવી દેવાની ધમકી અપાઈ હતી. આરોપીની પુત્રી અને પ્રૌઢનો પુત્ર મેસેજની આપ-લે કરતા હોય તે બાબત આરોપીના ધ્યાનમાં આવ્યા પછી તેણે ગામ મૂકી દેવા ધમકી આપી હતી અને ગઈકાલે આ પ્રૌઢની હત્યાનો પ્રયાસ કર્યાે હતો.
કાલાવડ તાલુકાના હરિપર-મેવાસા ગામમાં રહેતા અનવરભાઈ હાજીભાઈ મથુપોત્રા નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢ ગઈકાલે બપોરે ધુનધોરાજી ગામ પાસેથી મોટરસાયકલમાં પસાર થતાં હતા ત્યારે મેવાસા ગામનો જ યુનુસ તૈયબભાઈ નામનો શખ્સ પોતાની બોલેરો મોટર લઈને પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો.
આ શખ્સે પોતાનું વાહન અનવરભાઈના બાઈક સાથે જોશભેર ટકરાવી દેતાં અનવરભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતા. ઈજા થવાથી કણસી રહેલા અનવરભાઈ પાસે મોટરમાંથી પાઈપ કાઢી ધસી આવેલા યુનુસે ગાળો ભાંડ્યા પછી પાઈપના પગમાં ફટકા માર્યા હતા. આટલેથી નહીં અટકેલા યુનુસે પોતાની પાસે રહેલી બંદૂક અનવરભાઈ સામે તાકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
અકસ્માતમાં ઈજા પામેલા અનવરભાઈને સારવારમાં લઈ જવાની બદલે પાઈપથી માર મરાતા અને બંદૂક તાકવામાં આવતા તેઓ હેબતાઈ ગયા હતા. સારવાર માટે દવાખાને ખસેડાયેલા આ પ્રૌઢે મોડીરાત્રે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ અનવરભાઈના પુત્ર ઈકબાલ અને આરોપી યુનુસ તૈયબભાઈની પુત્રી સુનેરા એક બીજાના પરિચયમાં હતા. તેઓ મેસેજની આપ-લે પણ કરતા હતા. જેની છએક મહિના પહેલા સુનેરાના પિતા યુનુસને જાણ થઈ ગઈ હતી. તેથી તેણે પોતાના જ ગામમાં રહેતા ઈકબાલના ઘેર જઈ તેના પિતા અનવરભાઈને ગામ મૂકી દેવા કહ્યું હતું અને ગામ છોડીને નહીં જાય તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
તેની ધમકીને વશ નહીં થયેલા અનવરભાઈ અને તેમના પરિવારજનો મેવાસામાં જ રહેતા હોવાથી યુનુસ ગિન્નાયો હતો. તેણે ગઈકાલે બપોરે જ્યારે અનવરભાઈ ધુનધોરાજી ગયા ત્યારે તેઓને પોતાની મોટરની હડફેટે લઈ મારી નાખવાનો પ્રયાસ કરવા ઉપરાંત પાઈપથી માર માર્યાે હતો અને ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદ આઈપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag