Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના પોલીસ વડા તરીકે ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયની કાયમી નિમણૂક

આશિષ ભાટીયા નિવૃત્ત થતા અપાયો હતો હવાલો

અમદાવાદ તા. ૧ઃ ગુજરાતના પોલીસ વડા તરીકે ૧૯૮૯ ની બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાયની કાયમી નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતાં, જેને હવે કાયમી આઈપીનો ઓર્ડર કરાયો છે.

ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટિયા ૩૧-જાન્યુઆરીએ નિવૃત્ત થયા છે ત્યારે નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે ૧૯૮૯ ની બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આજે વિકાસ સહાયને રાજયના પોલીસ વડા તરીકે કાયમી નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ નવા ડીજીપી માટે ૩ આઈપીએસ અધિકારીઓ રેસમાં હતાં. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય હવે ગુજરાતના નવા ડીજીપી બન્યાં છે.

વિકાસ સહાય ૧૯૮૯ ની બેચના આઈપીએસ અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદ્રાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં ૧૯૯૯ માં એસપી આણંદ, ર૦૦૧ માં એસપી અમદાવાદ ગ્રામ્ય, ર૦૦ર માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-ર અને ૩-ર૦૦૪ માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશ્નલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી "રક્ષા શક્તિ યુનિવર્સિટી" ની સ્થાપના માટે કરવામાં આવી હતી.

વિજય રૃપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતાં. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા પર આવી ગયા છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપાઈ હતી. પરંતુ હવે તેઓ રાજ્યના કાયમી ડીજીપી બન્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh