Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પોલીસ સલાહકાર સમિતિની બેઠક : વિવિધ પ્રશ્ને ચર્ચા-વિચારણા-સૂચનો

જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં

જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પોલીસ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સદસ્યો દ્વારા જી.જી. હોસ્પિટલ અને એસ.ટી. ડેપો વિસ્તારમાંથી દબાણો હટાવવા, પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધુ સંધાય, મહિલાઓની સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં સમિતિના સદસ્યશ્રીઓએ સૂચન કરતા જણાવ્યું હતું કે, શહેરના સુપ્રસિદ્ધ સ્થળ રણમલ તળાવ પાસે અસામાજિક તત્ત્વોના નિવારણ માટે કડક પગલાં ભરવા, એસ.ટી.ડેપો પાછળના રસ્તાનો સૂચારુ રીતે ઉપયોગ કરવો. જેથી સાત રસ્તા પાસેનું ટ્રાફિક ભારણ ઘટાડી શકાય. પ્રદર્શન ગ્રાઉન્ડ અને સાત રસ્તા પરના ખાનગી ટ્રાવેલર્સને અલગથી તે જ વિસ્તારમાં સ્ટોપ ફાળવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં, સ્ટેટ હાઈવે પર નવા રંગીન સલામતી ચિહ્નો અને રસ્તા દર્શાવતા બોર્ડ મૂકવામાં આવે. તેમજ મનોરંજન શાખા અને પોલીસ તંત્રનું સંકલન સાધવામાં આવે સહિતની બાબતે સૂચનો થયા બાદ વિસ્તારપૂર્વક ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. તેમજ જરૃરી સૂચનોનું સત્વરે અમલીકરણ થાય તે દિશામાં કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉપરોકત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હારૃન ભાયા, જામનગર વાહન વ્યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામકશ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સ્ટાફ તેમજ સમિતિના અન્ય સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh