Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫૦૦ જેટલા કર્મચારીઓ ખડેપગેઃ તૈયારીઓને પોલીસ દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપઃ
ખંભાળિયા/દ્વારકા તા.૧ ઃ જગતમંદિરે આવતા બુધવારે યોજાનારા ફૂલડોલ ઉત્સવ પહેલા એસપીના માર્ગદર્શન હેઠળ સમીક્ષા બેઠક યોજવામાં આવ્યા પછી દ્વારકા ઉપરાંત અન્ય જિલ્લાઓના પોલીસ બળની મદદથી ૧૫૦૦ કર્મચારીઓનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. યાત્રાળુઓ તેમજ પદયાત્રીઓની સુરક્ષા અને સગવડતા માટે પોલીસ દ્વારા ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિરે આગામી બુધવારે ધૂળેટી નિમિત્તે ફૂલડોલ ઉત્સવ યોજાનાર છે ત્યારે તેની તડામાર તૈયારી વચ્ચે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સમીર સારડા, એમ.એમ. પરમાર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકા જતાં પદયાત્રી ઓની સુરક્ષા તથા સગવડતા માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા જિલ્લાના પોલીસ બળ ઉપરાંત અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી, કર્મચારી તેમજ જીઆરડીસી, એસઆરડી અને ટ્રાફિકબ્રિગેડના જવાનો મળી ૧૫૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે.
દ્વારકામાં પદયાત્રીઓનું આગમન થઈ રહ્યું છે ત્યારે દ્વારકા શહેર ઉપરાંત દ્વારકા સાથે જોડાયેલા ધોરીમાર્ગાે પર પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂલડોલમાં સેંકડો ભાવિકો ઉમટવાના હોય, આ વેળાએ યાત્રાળુઓના સામાનની ચોરી, ચીલઝડપ વગેરે પ્રવૃત્તિઓ નિવારવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો રચવામાં આવી છે. તે ઉપરાંત બાળકો તથા વૃદ્ધોને મદદ કરવા માટે પોલીસની ખાસ ટીમ ઉભી કરવામાં આવી છે.
તે ઉપરાંત લાઈવ સર્વેલન્સ માટે ડ્રોન કેમેરા, બોડીવોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરાનો પણ પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. પોકેટ કોપ એપ, ફેસટેગર એપનો પણ ઉપયોગ થશે. જ્યારે ધોરીમાર્ગાે પર ૨૪ બાય ૭ કલાકો માટે પેટ્રોલિંગ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે પદયાત્રીઓના સામાન અને પહેરેલા કપડા પર રેડીયમ પટી લગાડી અકસ્માતથી બચાવવાનું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.
પોલીસની ટીમો સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની કેટલીક ટીમ પણ ખડેપગે રાખી જગતમંંદિરે ફૂલડોલ ઉત્સવમાં આવતા યાત્રીકોને સુરક્ષા તથા સલામતી પુરી પાડવામાં આવનાર છે. દ્વારકાથી રૃક્ષ્મણી મંદિર, નાગેશ્વર તેમજ બેટ દ્વારકા સુધી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag