Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરીબનગર પાણાખાણમાંથી ઝડપાયો તીનપત્તીનો જુગારઃ
જામનગર તા.૧ ઃ કાલાવડના સરવાણીયા ગામમાં ગઈકાલે બપોરે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી અગિયાર પત્તાપ્રેમીને પકડી પાડ્યા હતા. જ્યારે ગઈરાત્રે ગરીબનગર પાણાખાણમાં તીનપત્તી રમતા પાંચની ધરપકડ કરાઈ છે. બંને સ્થળેથી કુલ રૃા.૨૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝબ્બે લેવાયો છે.
કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રૃા.૧૦,૫૨૦ રોકડા સાથે અગિયાર શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાઈ જતાં જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધાયો છે.
ત્યાંથી ગીરધરભાઈ વસરામભાઈ ચંદ્રપાલ, આલા દેસાભાઈ ચૌહાણ, માવજીભાઈ પાલાભાઈ વઘેરા, કાનજીભાઈ વિરાભાઈ ચૌહાણ, વસરામભાઈ પાલાભાઈ વઘેરા, દેવજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, વસરામભાઈ ભોજાભાઈ ચૌહાણ, નરોત્તમ રમેશભાઈ વઘેરા, હરજી ભાણાભાઈ ચૌહાણ, વિનોદ ભોજાભાઈ ચૌહાણ, ગોવિંદ વિનુભાઈ સાડમીયા નામના અગિયાર શખ્સ પકડાયા હતા.
જામનગરના ગરીબનગર પાણાખાણમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના કૂટતા નુરમામદ સુલેમાન નોતીયાર, દિલાવર લતીફ ગંઢાર, સલીમ જુસબ જેડા, શબ્બીર હાસમ બુચડ, અસગર ઈબ્રાહીમ બુકેરા નામના પાંચ શખ્સને સિટી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડીને પકડી લીધા હતા. પટમાંથી રૃા.૧૧,૦૮૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag