Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીવંડી: પાવરબીલમાં સૂચિત જંગી વધારા સામે ઉગ્ર વિરોધ
ભીવંડી તા. ર૮ઃ પાવરબીલમાં આવી રહેલા કમરતોડ વધારાને સખત રીતે વિરોધ કરવા માટે હાલારી એસોસિએશન તેમજ ભીવંડીના અન્ય એસોસિએશનો દ્વારા આ માટે આયોગ પંચ સામે દરેક એસોસિએશને રીટપીટીશન દાખલ કરી છે. તા. ર૮-૦ર-ર૦ર૩ના પ્રાંત ઓફિસરની સામે ધરણાં પ્રદર્શન, પાવરબીલની હોળી તેમજ પ્રાંતને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. મહારાષ્ટ્ર ભરના પાવરલુમ ભીવંડી, માલેગાવ, ઈચલકરંજી, સોલાપુર, સાંગલી, વીટા દરેક જગ્યાએ એક જ દિવસે સખત વિરોધ કરાવવાનું નક્કી કર્યું છે. ભીવંડીમાં હાલારી એસોસિએશન, ફઈઝાન હાઝમી, તિરૃપતિ શ્રીપુરમ, પદ્માનગર, પાવરલુમ, શાંતિનગર પાવરલુમ, મનના સિદ્દીકી વગેરેએ મળીને આ થનારો વધારાનો સખત વિરોધ કરેલ છે. સાથે સાથે સરકારને આવેદનપત્ર તેમજ પોત પોતાના શહેરના એમ.એલ.એ., એમ.પી. તેમજ સબંધિત અધિકારીઓને રૃબરૃ મળી આ પાવરબીલમાં થનાર વધારાને કોઈપણ હિસાબે રોકવો તેમજ જો આ બાબત સરકાર તથા પંચ આયોગ કોઈ પગલા નહીં લેશે તો છેવટે હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ કરી છે .હાલારી એસોસિએશને આમાં અગત્યની ભૂમિકા ભજવીને થનાર પાવર બીલને વધારાને કોઈપણ હિસાબે રોકવો તેની તૈયારી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag