Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, મોબાઈલ, મોટર મળી રૃા.૧૦ લાખનો મુદ્દામાલઃ
જામનગર તા.૧ ઃ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલા દ્વારકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખના બંગલામાં ગઈકાલે દેવભૂમિ એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી જુગારનો અખાડો મળી આવ્યો હતો. પટમાંથી રોકડ, ચાર મોબાઈલ, એક મોટર મળી રૃા.૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડાએ ભારે ચકચાર પ્રસરાવી છે.
દ્વારકા શહેરના ટીવી સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં ગઈકાલે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીના સજુભા, અરજણભાઈ, પ્રદીપસિંહને મળતા પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે ટીવી સ્ટેશન ચોકડી પાસે આવેલા દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતેશભા મેપાભા માણેક ઉર્ફે જીતુભાના શિવવિલા નામના બંગલામાં દરોડો પાડ્યો હતો.
તે બંગલામાં જીતેશભાને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ખંભાળિયાના રાજા વેજાણંદ જોગાણી ઉર્ફે કાનો, ભોગાત ગામના મંગલસિંહ ભૂપતસિંહ વાઢેર ઉર્ફે હકુભા તથા નગા ગગુભાઈ ગઢવી નામના શખ્સો મળી આવ્યા હતા. જ્યારે ખંભાળિયાના ગાયત્રીનગર વાળો દુલા લુણા નામનો ગઢવી શખ્સ નાસી ગયો હતો.
હાઈપ્રોફાઈલ એવા જુગારના આ દરોડામાં એલસીબીએ ચાર મોબાઈલ, એક મોટર, પટમાંથી રૃા. ૩,૦૫,૨૦૦ રોકડા મળી કુલ રૃા.૧૦,૨૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ બી.એમ. દેવમુરારી, પીએસઆઈ એમ.કે. ગઢવી તથા સ્ટાફ સાથે રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag