Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ તાજેતરમાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને દરબાર ગોપાલદાસ શિક્ષણ મહા વિદ્યાલય અલીયાબાડાના સંયુક્ત ઉપક્રમે મહા વિદ્યાલયમાં 'ગિરા ગુર્જરીનું મહિમાગાન' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ સર્વશ્રી કવિ ડો. નીતિનભાઈ વડગામા, પ્રા. ડો. નંદાણીયા અને પ્રા. ડો. નયનાબેન પંડ્યાએ માતૃભાષા વૈભવ વિશે રસપ્રદ વાતો કરી હતી. પરિસંવાદની ભૂમિકા આચાર્યા ડો. રૃપલબેન માંકડએ કરી હતી. મુખ્ય અતિથિ આશર સાહેબે પ્રાસંગિક ઉદ્બોધનમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન મહાવિદ્યાલયના પ્રથમ વર્ષના તાલીમાર્થી નીરૃબેને કર્યું હતું. આભારવિધિ ડો. પ્રશાંત ચૌહાણે કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મહા વિદ્યાલયની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag