Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલ ઉત્સવમાં દર્શનાર્થે જતાં પદયાત્રીઓને થતાં અકસ્માત નિવારવા પગલાં લેવા રજૂઆત

સાંસદ પૂનમબેન માડમ દ્વારા

જામનગર તા. ૧ઃ હોળીના તહેવાર ફાગણસુદ પૂનમના દિવસે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત્રિના ધોરીમાર્ગના ડાબી તરફ ચાલીને જતા હોય છે, જેથી પાછળથી આવતા વાહનોની ગતિ અને દિશાનો ખ્યાલ હોતો નથી તેમજ ઝાકળ વિગેરે વિપરીત સંજોગોના કારણે પદયાત્રીઓને અકસ્માત ઈજા અને અમુક કિસ્સામાં પદયાત્રીઓના મૃત્યુ થાય છે. જે નિવારવા માટે રોડ રેગ્યુલેશન એક્ટની જોગવાઈ 'ડ્રાઈવ ઈન લેફ્ટ વોક ઈન રાઈટ'ની અમલવારી રાખવા તેમજ પદયાત્રીઓને પગપાળા ચાલતા સમયે આગળ ભાગે સફેદ રંગના અને પીઠના ભાગે લાલ રંગના ચળકતા પોષાક પહેરીને ચાલવા સમજુતી આપવા તેમજ પદયાત્રીઓની સુરક્ષા તથા સલામતી જળવાઈ રહે અને પદયાત્રીઓ સાથે થતા અકસ્માત નિવારવા જરૃરી પગલાં લઈ સુચારૃ વ્યવસ્થા ગોઠવવા માટે સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh