Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં 'જિલ્લા માર્ગ સલામતી સમિતિ'ની બેઠકઃ
જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા કક્ષાએ આઈ. રેડ, પ્રોજેક્ટ સંબંધિત કામગીરી કરતા એન.આઈ.સી.ના પ્રતિનિધિનો સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. બેઠકમં પરિવહનમાં માર્ગ સલામતી ક્યા પ્રકારે સુનિશ્ચિત કરવી જેથી કરીને અકસ્માતો ઓછા થાય. બ્લેક સ્પોટ આઈડિન્ટીફિકેશન, પ્રવાસન સ્થળોની ચકાસણી કરવી જેવા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના સદસ્યોએ સૂચન કરતા જણાવ્યું હતું કે, લાલપુર અને ઠેબા ચોકડી આગળ વારંવાર થતાં ગંભીર ટ્રાફિક જામને અટકાવવા માટે વૈકલ્પિક રસ્તાને મંજુરી આપવામાં આવે તેમજ બેડી પોર્ટમાં ઓવરલોડ વાહનોની સમસ્યા નિવારવા માટે દરરોજ સહિત મેઈન્ટેઈન કરશે, અને સામાનનું વજન ચેક કરવું, ગુડ સમરિટન એવોર્ડ યોજના વધુ કાર્યરત બનાવવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયનો આ સમિતિમાં કાયમી મુદ્દા તરીકે સમાવેશ કરવો તેમજ ધ્રોળ-ખીજડિયા માર્ગ પર અકસ્માતો નિવારવા રીફલેક્ટર અને રેડિયમ લગાવવા સહિતની બાબતે સૂચનો થયા પછી વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ જરૃરી સૂચનોનું સત્વરે અમલીકરણ થાય તે દિશામાં કામગીરી-આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારૃન ભાયા, જામનગર વાહનવ્યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામક, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી સ્ટાફ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag