Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત જોડો યાત્રા પછી બ્રિટનમાં નવો લૂક
લંડન તા. ૧ઃ ભારત જોડો યાત્રા પછી બ્રિટનમાં રાહુલ ગાંધી નવા લુકમાં જોવા મળ્યા હતાં. રાહુલ ગાંધી ૭ દિવસના યુકે પ્રવાસ પર છે. તેમનો પ્રવાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેકચરથી શરૃ થશે. કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધી 'ર૧ મી સદીમાં સાંભળવાનું શીખો' વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે તેઓ સેટ કરેલી દાઢી સાથે જેકેટ-ટાઈમાં જોવા મળ્યા હતાં.
ભારત જોડો યાત્રા પછી રાંહુલ ગાંધીનો લૂક બદલાયો છે. તેઓ ૭ દિવસના બ્રિટનના પ્રવાસે છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેકચર આપશે. આ પહેલા પણ રાહુલ ગાંધીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી નવા લુકમાં જોવા મળી રહ્યા છે. ફોટામાં રાહુલ ગાંધીની દાઢી સેટ થયેલી જોવા મળી રહી છે. તેણે ટાઈ પહેરી છે, શર્ટ પર તેણે જેકેટ પણ પહેર્યું છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ૩પ૭૦ કિલોમીટરની હતી. તે અત્યારે રાહુલ ગાંધી સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યા હતાં. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની દાઢી પણ ઘણી વધી ગઈ હતી. હવે રાહુલ ગાંધી બ્રિટનમાં નવા લુકમાં જોવા મળી રહ્યા છે. કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપુર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધી ર૧ મી સદીમાં સાંભળવાનું શીખો વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.
આ દરમિયાન તેઓ બીગ ડેટા એન્ડ ડેમોક્રેસી અને ઈન્ડિયા ચાઈના રિલેશન્સ પર પણ વાત કરશે. તેઓ ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે. કેમ્બ્રિજ જેબીએસએ ટ્વીટ કર્યું કે અમારું કેમ્બ્રિજ ભારતના મુખ્ય વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છે.
રાહુલ ગાંધી કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં લેકચર આપશે. તે બિગ ડેટા, લોકશાહ અને ભારત-ચીન સંબંધો પર પણ વાત કરશે. આના પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે હું મારી અલ્મા મેટર યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવા અને ત્યાં લેકચર આપવા માટે ઉત્સુક છું. હું ત્યાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરીશ. આ દરમિયાન હું જિયોપોલિટિકસ, ઈન્ટરનેશનલ રિલેશન્સ ડેટા એન ડેમોક્રેસી સહિત અનેક મુદ્દાઓ પર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag