Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા વર્ષે આ ક્વાર્ટરમાં વિકાસ દર ૫.૪% રહ્યો
નવી દિલ્હી તા. ૧ઃ દેશનો જીડીપી દર ત્રીજા ક્વાર્ટરમાં ૪.૪ ટકા રહ્યો છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં પ.૪ ટકા રહ્યો હતો. આ વર્ષે જીડીપી દરમાં આ ઘટાડા અંગે વિવિધ પ્રતિભાવો સામે આવી રહ્યાં છે, અને મોંઘવારીને અંકુશમાં રાખવા આરબીઆઈએ લીધેલા પગલા અને વ્યાજદર રેપોરેટમાં વધારાને પણ માટેનું એક કારણ જણાવાઈ રહ્યું છે.
આ માટેનું કારણ વધી રહેલા ફૂગાવાને પણ ગણાવાઈ રહ્યું છે. ઓક્ટોબર-ર૦રર થી ડિસેમ્બર-ર૦રર ના ત્રિમાસિક ગાળામાં વિકાસ દર ૪.૪ ટકા રહ્યાં, પરંતુ તે પહેલાના ક્વાર્ટર એટલે કે, જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળામાં જીડીપી ગ્રોથ ૬.૩ ટકા રહ્યો અને જેથી ત્રણ મહિનામાં ગ્રોથ આટલો કેમ ઘટી ગયો...? તેના કારણો ચર્ચાઈ રહ્યાં છે અને કેન્દ્ર સરકારની ફાઈનાન્સ પોલિસી અથવા નાણાનીતિ આ માટે કેટલા અંશે જવાબદાર ગણાય...? તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે, અને વિવિધ અભિપ્રાયો ૫ણ વ્યક્ત થઈ રહ્યાં છે.
સરકારી આંકડાઓ મુજબ જ એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૧૩.પ ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર ૬.૩ ટકા રહ્યો હોય તો ત્રીજા ક્વાર્ટરમાં ૪.૪ ટકા સુધી કેમ ઘટી ગયો, તેના સવાલ-જવાબ થઈ રહ્યાં છે.
જો કે, જાન્યુઆરી-ર૦ર૩ માં આઠ જેટલા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો એટલે કે, કોર સેકટર્સનું આઉટપુટ ૭.૮ ટકા હતું, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ હતું, તેથી વર્તમાન ઘટાડાનો ફૂગાવો તથા રેપોરેટ-વ્યાજદર વધારાનું કારણ જ માનવામાં આવી રહ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના અંતે એટલે કે, ચોથા ક્વાર્ટરના અંતે આ સ્થિતિ ઘણી જ સુધરી જશે તેવી આશા સેવાઈ રહી છે.
જીડીપી દરના ઘટાડા પાછળ જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓની માંગ અને નિકાસમાં થયેલા ઘટાડાને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. ચોથા ક્વાર્ટરમાં આ સ્થિતિ સુધરી જશે, તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
આંકડાઓ મુજબ વર્ષ-ર૦રર-ર૩ ની સરખામણીમાં તેના પહેલાના વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં રહેલા તફાવતની દૃષ્ટિએ જણાયેલા ૪.૪ ટકાનો ગ્રોથ તથા વિવિધ ક્ષેત્ર માટે રહેલી પ્રગતિ તથા વધી રહેલા ઉત્પાદનને લઈને પણ ચોથા ક્વાર્ટરના અંતે સુધારા માટે અર્થશાસ્ત્રીઓ આશાવાદી છે, અને સરકારે પણ ર૦ર૩ માટે ૭ ટકાનો વિકાસ દર યથાવત રાખ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag