Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષમાં ૧૦૭૪પ પકડેલા ઢોરમાંથી ૩રપર ના મૃત્યુ !
જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવે છે. તેમાંથી ૩૦ ટકા ગૌવંશનો ઢોરના ડબ્બામાં મૃત્યુ થઈ રહ્યું છે તે અંગે હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લાખો રૃપિયાના આંધણ છતાં ઢોર રસ્તા ઉપ્ર જોવા મળી રહ્યા છે. આજની સ્થિતિએ ઢોરના ડબ્બામાં અસંખ્ય ઢોર રાખવામાં આવે ત્યારે સવાલ એ છે કે કેટલા પશુ ચિકિત્સકો સેવા આપે છે. ઢોર માટે પાણી, ઘાંસચારાની શું વ્યવસ્થા છે ? છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૭૪પ ઢોર પકડવામાં આવ્યા છે. તેમાંથી ૩રપર ઢોર ગૌવંશના મૃત્યુ થયા છે. એટલે કે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે સરેરાશ ૩૦ ટકા ગૌવંશના મૃત્યુ થયા છે.
આ અંગે હિન્દુ સેનાના શહેર-ગૌરક્ષક પ્રમુખ (જામનગર)ના મહાનામાએ મહાનગર પાલિકામાં રજુઆત કરી ગૌવંશના મૃત્યુદર ઘટાડવા માટે જરૃરી કદમ ઉઠાવવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag