Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિનેશભાઈ બરછાનું પ્રેરક જીવન દર્શનઃ
જામનગર તા. ૧ઃ રાજકોટમાં વસવાટ કરતા ચિંતક-લેખક દિનેશભાઈ બરછાનું પુસ્તક 'જીવન-સંજીવની' થોડા સમય પહેલા જ રાજકોટના માધવ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને ટૂંકાગાળામાં જ આવેલ તેની બીજી આવૃતિ આ પુસ્તકની લોકપ્રિયતાનો પુરાવો આપે છે.
આ પુસ્તક વિશે વાત કરતા પૂર્વે દિનેશભાઈના જીવન ઉપર ઊડતી નજર કરવી જરૃરી છે. કારણે સર્જકને સમજવાથી તેનું સર્જન નવા અર્થો પ્રગટ કરે છે. જ્ઞાતિએ લોહાણા દિનેશભાઈ મોટી વેરાવળ ગામના વતની છે અને જામનગર લોહાણા બોર્ડીંગમાં અભ્યાસ કર્યા પછી રાજકોટ સ્થાયી થયેલા છે. કોલસાનો વ્યવસાય, અખબાર વિતરણ, અખબાર એજન્સીથી કોલેજના પ્રાધ્યાપક સુધીની તેમની વ્યવસાયિક યાત્રા તેમના સતત પ્રગતિશિલ જીવનને સૂચવે છે. ચિંતનાત્મક વિચારસરણીને કારણે વિવિધ વિદ્વાનોના દર્શનનો અભ્યાસ અને પછી તેમાં ઉમેરાયેલા તેમના પોતિકા અનુભવોથી તેમના પોતાનું પણ આગવું જીવનદર્શન સાકાર થતું ગયું.
'જીવન સજીવની' પુસ્તકમાં ૧૩૩ પાનામાં તેમણે પોતાની વિચારધારા તથા અન્ય વિદ્વાનોના સૂત્રોને ટાંકીને એક ચિંતનામૃત રૃપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે જેના રસપાન પછી વાચકના અંતરમાં આદર્શ જીવનનું ચિત્ર સ્પષ્ટ રૃપે ઉપસી આવે છે. આ પુસ્તકનું પ્રૂફ રિડીંગ રમેશ એલ. રૃપારેલે કર્યું છે. આ પુસ્તક વાચનારના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવવાનું નિશ્ચિત છે. એટલે જ આ પુસ્તક પ્રેરણાની ડાયરી જેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag