Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરનું ગૌરવ રીના સાંગાણી
જામનગર તા. ૧ઃ ભારતીય ટપાલ વિભાગ દ્વારા 'વિઝન ફોર ઈન્ડિયા ર૦૪૭' વિષય આધારિત 'ઢાઈ આખર રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત્ વર્ષ ર૦રર માં તા. ૧ જુલાઈથી ૩૦ નવેમ્બર દરમિયાન ૧૮ વર્ષથી વધુ વયજુથ અને ૧૮ વર્ષથી નીચેના વયજુથ- આમ બે શ્રેણીમાં આ સ્પર્ધાનું આયોજન થયું હતું. ઉપરોક્ત સ્પર્ધામાં ૧૮ વર્ષથી વધુ વયજુથવાળી શ્રેણીમાં જામનગરની કુ. રીનાબેન કે. સાંગણીએ સમગ્ર ગુજરાત સર્કલમાંથી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણીને મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી રૃા. પ૦૦૦ નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને જામનગર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગત્ તા. ર૬ ફેબ્રુઆરીના જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષકશ્રીના હસ્તે કુ. રીનાબેન કે. સાંગાણીને ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી મળેલ રૃા. પ૦૦૦ નો રોકડ પુરસ્કાર ચેક, પેન દ્રાઈવ અને ફિલાટેલી કીટ પ્રતીક સ્વરૃ૫ે અર્પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag