Advertisement
Author: નોબત સમાચાર

રાંધણગેસમાં સિલિન્ડર દીઠ રૃા. પ૦ અને કોમર્શિયલમાં રૃા. ૩૮૯ નો ઝીંકાયો ભાવ વધારો

હુતાશણી ટાણે સરકારી ઝટકોઃ ગૃહિણીઓમાં દેકારોઃ મોદી સરકાર સબસિડી ક્યારે આપશે?

જામનગર/નવી દિલ્હી તા. ૧ઃ આજથી રાંધણગેસના ભાવમાં ભડકો થયો હોવાથી ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે, અને જાણે કે હુતાશણી પહેલા જ મોંઘવારીની હોળી પ્રગટી છે. ઘરવપરાશના બાટલામાં રૃા. પ૦ નો તથા કોમર્શિયલમાં રૃા. ૩૮૯ નો ભાવ વધારો ઝીંકાયો છે.

ભારત સરકાર દ્વારા આજે લાંબા સમયગાળા પછી ઘરેલુ ગેસના ભાવમાં પ૦ રૃપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં ૩૮૯ રૃપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

ભારત સરકારની ઓઈલ કંપનીઓ દ્વારા આજે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે અને નવા ભાવો આજથી અમલમાં આવ્યા છે.

જામનગરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પ૦ રૃપિયાનો ભાવ વધારા પછી નવો ભાવ રૃા. ૧૧૧પ-પ૦ નો થયો છે. ગત્ મે માસમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજે રૃા. ૩૮૯ રૃપિયાનો વધારો થયા પછી જામનગરમાં નવો ભાવ રૃા. ર૧ર૬ નો થયો છે. આમ ગૃહિણીઓમાં ભાવ વધારાથી દેકારો બોલી ગયો છે.

આ ભાવ વધારો ઝીંકાતા સામાન્ય માણસને ઝટકો લાગ્યો છે અને જાણે હૂતાસણી પહેલા જ મોંઘવારીની હોળી પ્રગટી છે. લિક્વિડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર મોંઘા થયા છે.

આજે ભાવ વધારો ઝીંકાતા ગૃહિણીઓમાં ભારે દેકારો મચી ગયો છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ૧૪.ર કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં આજે પ૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે ૧૧૦૩ રૃપિયા પર પહોંચી ગઈ છે. અગાઉ અહીં ૧૦પ૩ રૃપિયામાં સિલિન્ડર મળતું હતું. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં લગભગ ૮ મહિના પછી વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ૬ જુલાઈ ર૦રર ના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.મુંબઈમાં એલપીજી સિલિન્ડર હવે ૧૦પર-પ૦ રૃપિયાના બદલે ૧૧૦ર-પ રૃપિયામાં મળશે. કોલકાતામાં પણ એલપીજી સિલિન્ડર ૧૦૭૯ રૃપિયાથી વધીને ૧૧ર૯ રૃપિયા થઈ ગયો છે. તે જ સમયે ચેન્નાઈમાં ૧૦૬૮-પ૦રૃપિયાની જગ્યાએ ઘરેલુ ગેસ સિલિન્ડર ૧૧૧૮-પ રૃપિયામાં વેંચાઈ રહ્યો છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સત્તાવાર ડેટા અનુસાર ૧ એપ્રિલ, ર૦૧૭ અને ૬ જુલાઈ, ર૦રર વચ્ચે એલપીજીના ભાવમાં પ૮ વખત ફેરફાર કરવામાં આવ્યા હતાં, જેના કારણે એલપીજી સિલિન્ડરની કિમતમાં ૪પ ટકાનો વધારો થયો છે. એપ્રિલ ર૦૧૭ માં એલપીજી સિલિન્ડરની કિંમત ૭ર૩ રૃપિયા હતી અને જુલાઈ ર૦રર સુધીમાં ૪પ ટકા વધીને ૧,૦પ૩ રૃપિયા થવાની ધારણા છે.

કેન્દ્ર સરકારે બજેટ સત્ર દરમિયાન સંસદમાં કહ્યું હતું કે, તે રાંધણગેસ પર સબસિડી આપવા તૈયાર છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, સરકાર ગેસની કુલ સ્થાનિક જરૃરિયાતના ૬૦ ટકા આયાત કરે છે. તેમણે કહ્યું હતું કે, 'ર૦૦ રૃપિયાની (વર્તમાન) સબસિડી છે. આ સબસિડી શું છે? તે કરદાતાઓના પૈસા છે. જેઓ સૌથી વધુ સંવેદનશીલ છે. જો તે આ ગૃહ અને વડાપ્રધાન પર છોડી દેવામાં આવે તો અમે હંમેશાં મદદ કરવા તૈયાર છીએ. આંતરરાષ્ટ્રીય અથવા સાઉદી કરારની કિંમત ૭પ૦ ડોલરથી વુધી નીચે આવી શકે તો તે આદર્શ રહેશે. આનાથી ઘરેલુ એલપીજી વધુ સસ્તા દરે વેંચી શકાશે. હવે લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું મોદી સરકાર સબસિડી જાહેર કરશે ખરી?'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh