Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા
જામનગર તા. ૧ઃ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જી.એસ. ગોસરાણી કોમર્સ એન્ડ શ્રી ડી.ડી. નાગડા બીબીએ કોલેજમાં વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભાને બહાર લાવવા માટે ભારતનું ખ્યાતનામ પ્લેટફોર્મ આપવા હેતુ લાખોટા લેક એટ જીએચજી-ડીડીએનસી અભૂતપૂર્વ આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગ્ટયથી કરવામાં આવ્યા પછી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં કાવ્ય પઠન, નૃત્ય, સમૂહ નૃત્ય, ગીત, સમૂહ-ગીત, એકપાત્ર અભિનય, લોકડાયરો, વાદ્ય સંગીત ઈત્યાદિ અવનવી કૃતિઓનો સમાવેશ થાય છે. કોલેજ દ્વારા આ કાર્યક્રમમાં સ્ટાફ તેમજ સ્ટાફના બાળકોને પણ પોતાની પ્રતિભા રજુ કરવાની તક આપવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર તથા પ્રિન્સીપાલ ડો. સ્નેહલ કોટક પલાણ, લાખોટા લેકના પ્રતિનિધિ વત્સલ ખીમસીયા, વાઈસ પ્રિન્સીપાલ શ્રીમતી સેન્ડ્રા મોસ, એકેડેમિક તથા એડમિન સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય કેમ્પસ ડાયરેક્ટર ડો. સ્નેહલ કોટક પલાણ તથા વાઈસ પ્રિન્સીપાલ શ્રીમતી સેન્ડ્રા મોસના શિરે જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag