Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા:રઘુવંશી અગ્રણી પરિવાર દ્વારા યોજાયું લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન

થેલેસેમિયા ચેકીંગ તથા રક્તદાન કેમ્પ યોજાયા

ખંભાળીયા તા. ર૮ઃ ખંભાળીયાના અગ્રણી ઓઈલ મીલર સ્વ. પ્રાણજીવન દત્તાણી પરિવારના હિતેશભાઈ દત્તાણી દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ જ્ઞાતિ ભોજનના કાર્યક્રમની સાથે થેલેસેમિયા કેમ્પ તથા રક્તદાન કેમ્પ તથા આધારકાર્ડ તથા આયુષ્માન કાર્ડ અપડેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. ખંભાળીયા લોહાણા મહાજન ટ્રસ્ટ તથા રઘુવંશી સંસ્થાઓ સહયોગમાં જોડાઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ આધારમાં તથા આયુષ્માન કાર્ડ અપડેશનનો લાભ લીધો હતો. ૧૦૧ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. ૧પ૦ ના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ખંભાળીયાના અગ્રણીઓ યોગેશભાઈ મોટાણી, નીશીલભાઈ કાનાણી, સુધીરભાઈ પોપટ, દ્વારકા અગ્રણી નિર્મલભાઈ સામાણી, જામનગરથી જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, અનિલભાઈ, જગદીશ અરવિંદભાઈ પાબારી, મનોજ અમલાણી, રાયઠઠ્ઠા પરિવાર, રાજુભાઈ હિંડોચા, રમેશ રૃપારેલ, પ્રફુલ કોટક, મારફતીયા પરિવાર, વિપુલભાઈ કોટક, દર્શન ઠક્કર, વિશાલ ઠક્કર, ભાવેશ તન્ના, અતુલ પોપટ, ઈસ્ટર્ન રઘુવંશી પરિવારના ડો. રક્ષાબેન દાવડા, 'નોબત' પરિવારના નિરવભાઈ માધવાણી, પાર્થભાઈ સુખપરીયા તથા અગ્રણીઓ જોડાયા હતાં.

સમૂહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ કરનાર હિતેશભાઈ પ્રાણજીવન દત્તાણીનું રઘુવંશી લોહાણા જ્ઞાતિ તથા સારસ્વત માસ્તાનના પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત લોહાણા સમૂહ ભોજનમાં ભાટિયા, દ્વારકા, સલાયા, જામનગર અને સમગ્ર હાલારમાંથી રઘુવંશીઓ પ્રસાદ લેવા માટે આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh