Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ કિલોના ટીનમાં વધ્યા રૃા. ૪ર૦!
અમદાવાદ તા. ૧ઃ અમૂલ લુઝ ઘીના ભાવમાં કિલોએ ર૮ રૃપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ૧પ કિલોના ટીનમાં ૪ર૦ રૃપિયા વધી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં એક કિલો પર રૃા. ૩પ નો અને ૧પ કિલોના ડબ્બાએ રૃા. ૬રપ નો વધારો થયો છે. આમ વર્ષ ર૦રરમાં લુઝ ઘીમાં સાત વખત ભાવ વધારો થયો હતો. સાબર ડેરી કર્મચારી મંડળી દ્વારા અમૂલ લુઝ ઘીનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં સાબરડેરી દ્વારા અમૂલ લુઝ ઘીમાં વર્ષ ર૦રર માં સાત વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધ અને ઘીના ભાવમાં ટૂંકાગાળામાં ભારે વધારો થતા 'અચ્છે દિન ગયે' જેવું લાગી રહ્યું છે.
ગરીબ વર્ગ માટે ઘી હવે દીવાસ્વપ્ન બનતું જાય છે. પહેલેથી જ મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યાં જીવન જરૃરિયાતની ચીજવસ્તુ ગણાતા દૂધ-ઘીના ભાવોમાં વધારો કરતા પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસે દિવસે ઘાસચારો, દાણના ભાવ તેમજ ગાય-ભેંસોની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આ જ કારણસર ખેતી તથા પશુપાલન તરફ ગ્રામીણ વિસ્તારના લોકોમાં રૃચિ ઘટતી રહી છે. આનાથી દિન-પ્રતિદિન પશુપાલનો વ્યવસાય પણ તૂટી રહ્યો છે.
સરકાર દ્વારા આ અંગે ચિંતન કરીને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લવાની જરૃર છે. કારણ કે ખેડૂતોને આ ભાવમાં ભારે નુક્સાન થઈ રહ્યું છે અને તેમની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag