Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોળેશ્વર દર્શન કરવા જતાં હતા ત્યારે કાળનો ભેટોઃ
જામનગર તા. ૩: જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર લોઠીયા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે નગરના એક દંપતી તથા તેમના બે બાળકો સાથેના બાઈકને અજાણી મોટર ટક્કર મારીને નાસી ગઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું પત્નીની નજર સામે મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના બનાવની પોલીસે હાથ ધરી છે. પંપહાઉસ પાસે એક મોટરે બાઈકને ઠોકર મારતા દંપતી ઘવાયું છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં રહેતા અરૂણાબેન રાજેશભાઈ જોઈસર (ઉ.વ.૩૫) તથા તેમના પતિ રાજેશભાઈ લાલજીભાઈ જોઈસર (ઉ.વ.૪૫) તથા તેમના બે બાળકો ગઈકાલે સવારે જામનગરથી ભોળેશ્વર દર્શન કરવા માટે નીકળ્યા હતા.
આ દંપતી લાલપુરથી બારેક કિ.મી. દૂર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોય દર્શન કરવા માટે વહેલી સવારે બાઈક પર નીકળ્યું હતું. તેઓ જ્યારે સવા પાંચેક વાગ્યે લોઠીયા ગામના પાટીયા પાસે પહોંચ્યું ત્યારે કાળા રંગની એક મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકની ગફલતના કારણે રાજેશભાઈનું બાઈક હડફેટે ચઢ્યું હતું. બાઈક પરથી રાજેશભાઈ તથા અરૂણાબેન ફંગોળાઈ ગયા હતા. જેમાં હાથ, પગમાં ગંભીર ઈજા પામેલા રાજેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અરૂણાબેનને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેમજ બંને બાળકોને પણ નાની મોટી ઈજા થઈ છે.
અકસ્માત સર્જી મોટર સ્થળ પરથી પુરપાટ ઝડપે નાસી છૂટી છે. બનાવની જાણ થતાં લાલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડ્યા પછી અરૂણાબેનની ફરિયાદ પરથી હિટ એન્ડ રનના આ બનાવ અંગે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર સુભાષ પાર્કમાં રહેતા રાજેશ કાંતિલાલ સોલંકી તથા તેમના પત્ની ગઈ તા.૨૮ની સાંજે પંપહાઉસ પાસેથી જીજે-૩૭-ઈ ૬૫૭૩ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૦-સીએન ૪૮૬૦ નંબરની મોટરના ચાલક રાજેશ પરમારે તેઓને હડફેટે લીધા હતા. રાજેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે અને તેમના પત્નીને માથામાં વાગ્યું છે. સિટી એ ડિવિઝન પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial