Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે રાત્રે દરિયામાં કર્યું હતું ઈમરજન્સી લેન્ડીંગઃ
પોરબંદર તા. ૩: ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર 'ધ્રુવ'નું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટ ગાર્ડના બે પાયલટ ગુમ છે. તેની સાથે એક ડાઈવર પણ મુસાફરી કરી રહ્યો હતો. તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી.
મળતી માહિતી મુજબ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપત્તા છે. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે, હેલિકોપ્ટરે સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, જેમાં બે પાઈલટ અને બે ડાઈવર સવાર હતાં. ઈમરજન્સી લેન્ડિંગ પછી રિકોનિયસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઈવરનો બચાવ થયો હતો, પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપત્તા છે.
ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટગાર્ડ ૪ જ્હાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. જેની મદદથી અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરે ૬૭ લોકોના જીવ બચાવ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ ૧૧ વાગ્યે હેલિકોપ્ટર 'ધ્રુવ'નું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જ્હાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં ૪ જ્હાજોને ઉતાર્યા છે. ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસ પછી જ આ અંગે કોસ્ટગાર્ડ દ્વારા નિવેદન જારી કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial