Advertisement
Author: નોબત સમાચાર

માઈનોર બ્રીજ, રસ્તાના કામોની કોન્ટ્રાક્ટર પેઢીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાનો આદેશ

જામનગર જિલ્લા પંચાયત હસ્તકના

જામનગર તા. ૩: જામનગર જિલ્લા પંચાયત હસ્તકના ધ્રોળ તાલુકામાં ઈંટાળા, રાજપરા, સુમરા રોડ પર માઈનોર બ્રીજ એન્ડ એપ્રોચીસના કામોનો કોન્ટ્રાક્ટ જૂનાગઢની કોન્ટ્રાક્ટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો.

આ કામ ચાલુ હતું તે દરમિયાન કોન્ટ્રાક્ટર પેઢીના કર્મચારીને મદદનીશ ઈજનેર એન.પી. બારડે ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચના આપતા એજન્સીના કર્મચારી અમિતભાઈ ઝાલાએ ઈજનેર સાથે ગેરવર્તણૂંક કરી, અપશબ્દો બોલી તેમને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી.ે તેમજ જાનથી મારી નાખવાની અને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. આ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર પ્રકરણમાં મા.મ. વિભાગ (પંચાયત) ના કા.પા. ઈજનેર દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવાયું હતું જેના જવાબમાં ઈજારદાર દ્વારા રજૂ થયેલા ખુલાસામાં સમગ્ર ઘટનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેથી એજન્સીના કર્મચારીની આ પ્રકારની વર્તણૂંક માટે કોન્ટ્રાક્ટર પેઢી જવાબદાર હોવાનું ઠરાવાયું હતું, અને ઈજારદારનો ખુલાસો અમાન્ય રાખવામાં આવ્યો હતો.

આ બાબતની તપાસ અને ગંભીર વિચારણાના અંતે રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના ખાસ ફરજ પરના અધિકારી આર.વી. પટેલે તા. રર-૮-ર૦ર૪ ના દિને સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપની (જેમના ભાગીદારો જગમલભાઈ મારડિયા, સંધ્યાબેન મારડિયા, રાણાભાઈ મારડિયા) ને રાજ્ય સરકાર સંબંધિત વિભાગ દ્વારા બાંધકામની કામગીરી માટે આપવામાં આવેલા (૧) ક્લાસ એએ, (ર) સ્પે. કેટેગરી-૧ (રોડ), (૩) સ્પે. કેટેગરી-ર (બ્રીજ) ના વર્ગો માટેની નોંધણી ત્રણ વર્ષ માટે સ્થગિત કરવાનો હુકમ કર્યો છે. આ ઈજારદાર પેઢી અને તેમના ભાગીદારો આ સમયગાળામાં કોઈપણ ટેન્ડર ભરી શકશે નહીં કે આ નોંધણીનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પ્રકરણે જામનગર જિલ્લા પંચાયત વર્તુળોમાં ભારે ચકચાર જગાવી હતી અને રાજ્ય સરકારે જૂનાગઢની આ કોન્ટ્રાક્ટર પેઢી સામે ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાનો હુકમ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh