Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયમાં નેશનલ ફૂડ સેફટી એક્ટના ૭ર લાખ કાર્ડધારકો છે
ગાંધીનગર તા. ૩: ગુજરાતમાં સસ્તા અનાજની દુકાને હવે તાળા લટકતા જોવા નહીં મળે, કારણ કે રાશનકાર્ડ ધારકો માટે રાજય સરકારે મોટો નિર્ણય લીધો છે અને બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી છે.
ગુજરાતમાં ૭૨ લાખ નેશનલ ફૂડ સેફટી (એનએફએસએ) ના કાર્ડ ધારકો છે. જેઓ રાજય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે. જો કે, ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે. જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય સરકારના આ નિર્ણયમાં હવે ફક્ત લાયસન્સ ધરાવતા દુકાનદારો જ સસ્તા અનાજની દુકાન ચલાવી શકશે.
રાજય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી છે. જેથી દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં. હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ હાજરી લેવામાં આવશે. જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવશે. આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં. દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલતદાર પાસેથી રજાની મંજૂરી લેવી પડશે.
સસ્તા અનાજની દુકાનોને લઈને રાજય સરકારને ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. ૭ર લાખ રાશનકાર્ડ ધારકો સામે રાજયમાં ૭૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો છે, જેમાંથી ઘણી દુકાનો બંધ હોવાની ફરિયાદો મળી હતી. જેને અટકાવવા માટે હવે રાજય સરકારે નિર્ણય લીધો છે કે, હવે ફક્ત લાયસન્સ ધારક વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને દુકાન ભાડે આપી શકશે નહીં. આ સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે અને પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરકને પોતાનો ચાર્જ સોંપીને અનાજ વિતરણ ચાલુ રાખવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial