Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભામાં મમતા સરકારે રજૂ કરેલ બિલને ભાજપ આપશે સમર્થનઃ
કોલકાતા તા. ૩: વિધાનાસભામાં એન્ટી-રેપ બિલ રજૂ કરાયું છે, જેમાં ૩૬ દિવસમાં ફાંસીની સજા થશે. કોલકાતામાં રેપ-હત્યા કેસમાં મમતા સરકાર એક્શનમાં આવી છે, અને વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કરાયું છે. જેમાં ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિધાનસભામાં મમતા સરકારે આજે બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિધેયકના ડ્રાફ્ટમાં, બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિરોધ પક્ષ ભાજપ પણ બિલને સમર્થન આપશે.
દુષ્કર્મ અને હત્યાના કેસમાં આ બિલ હેઠળ ચાર્જશીટ દાખલ કર્યાના ૩૬ દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ હશે. માત્ર દુષ્કર્મ જ નહીં, પણ એસિડ એટેક પણ એટલો જ ગંભીર ગુનો છે. જેના માટે આ બિલમાં આજીવન કેદની જોગવાઈ છે. દરેક જિલ્લામાં સ્પેશિયલ ફોર્સ-અપરાજિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. આ અપરાજિત ટાસ્ક ફોર્સ બળાત્કાર, એસિડ એટેક કે છેડતીના કેસમાં કાર્યવાહી કરશે. આ બિલમાં બીજી ખૂબ જ મહત્ત્વની વાત ઉમેરવામાં આવી છે. તે એ છે કે જો કોઈ પીડિતાની ઓળખ જાહેર કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ડ્રાફ્ટમાં દરખાસ્ત કરવામાં આવી છે કે બળાત્કાર અને ગેંગરેપના દોષિત લોકોને આજીવન કેદની સજા કરવામાં આવે. 'અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ ર૦ર૪' નામના પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અને જાતીય અપરાધો સંબંધિત નવી જોગવાઈઓનો સમાવેશ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial