Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય રીવાબા જાડેજા વિવિધ સેવાકાર્યો દ્વારા ઉજવશે પોતાનો જન્મદિવસઃ પ્રેરક દૃષ્ટાંત

સ્વખર્ચે એવા પ્રકલ્પો હાથ ધરી પાંચમી સપ્ટેમ્બરે

જામનગર તા. ૩: જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાના જન્મદિવસની સેવામય ઉજવણી થશે અને શિક્ષણ, આરોગ્ય, રમતગમત તથા સમાજ ઉત્થાન ક્ષેત્રે વિવિધ સેવા પ્રકલ્પનું આયોજન થશે.

જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના જન્મદિનની સેવામય ઉજવણી નિમિત્તે તા. પ-૯-ર૪ ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે વિશ્વકર્મા વાડી, ગાંધીનગર રોડ, જામનગરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કન્યા કેળવણી તથા સમાજ ઉત્થાન માટે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સ્વખર્ચે, ગ્રાન્ટમાંથી તથા બેંકના સૌજન્યથી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.

રીવાબા દ્વારા સ્વખર્ચે ર૧ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતામાં રૂ. ૧૧,૦૦૦ ની પ્રથમ હપ્તાની ભેટ, સ્વખર્ચે વિદ્યાભારતી સંચાલિત શૈક્ષણિક સંસ્થાના તેમના મત વિસ્તારના બે વિભાગના ૧૧ર બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાનો, સ્વખર્ચે ૧૧ નવપરિણીત દીકરીઓને કરીયાવર ભેટ, રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ તથા સ્વખર્ચે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂ. ૧૦ લાખનો વીમો પ્રદાન કરવાનો પ્રકલ્પ સાકાર કરવામાં આવશે.

આ ઉપરાંત મહિલા ધારાસભ્ય તરીકે ગ્રાન્ટમાંથી થેલેસેમિયા મેજર જેવા રોગના દર્દીઓ માટે રૂ. પ લાખનું અનુદાન, એસબીઆઈના સૌજન્યથી ઈમર્જન્સી સ્થિતિ માટે આઈસીયુ ઓન વ્હીલ અર્પણ કરવામાં આવશે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર ર માં મચ્છરનગરમાં લાયબ્રેરી-કમ-રીડીંગ રૂમ તથા સિવણ કલાસનું ખાતમુહૂર્ત, ધારાસભ્યના ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલા કાર્યાલય પર આધાર કાર્ડ સમાધાન કેન્દ્રનો આરંભ, એસબીઆઈના સૌજન્યથી વોર્ડ નં. ર અને ૪માં આંગણવાડીના સમારકામ પછી પુનઃ લોકાર્પણ, એસબીઆઈના સૌજન્યથી વોર્ડ નં. ર સ્થિત શાળા નં. ૩ર માં અત્યાધુનિક કોમ્પ્યુટર કલાસરૂમનું ખાતમુહૂર્ત તથા સરકારના સ્માર્ટ શાળા પ્રોજેકટ અંતર્ગત રૂ. ર કરોડના ખર્ચે નિર્મિત શાળા નં. ૩૧-પ૮માં સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, મહિલા ધારાસભ્ય દ્વારા જન્મદિન નિમિત્તે સમાજ ઉપયોગી તમામ ક્ષેત્રે સેવા પ્રકલ્પો સાકાર કરી જન્મદિનની જનસેવામય ઉજવણીનું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh