Advertisement
Author: નોબત સમાચાર

સોમવતી અમાસે જગતમંદિરના સ્વર્ગ-મોક્ષ દ્વારેથી પ્રવેશી હજારો ભાવિકોએ કર્યા ઠાકરોજીના દર્શન

ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

ગઈકાલે સોમવતી અમાસના પાવન અવસરે યાત્રાધામ દ્વારકામાં આવેલ પાવનકારી ગોમતી નદીમાં હજારો ભાવિકોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન સાથે પુણ્યનું ભાથું બાંધ્યું હતું. હરિદ્વારમાં ગંગા સ્નાનનું જે રીતે મહત્ત્વ છે તેટલું જ દ્વારકા યાત્રાધામમાં પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યા પછી છપ્પન સીડી-સ્વર્ગ દ્વારેથી ઠાકોરજીના દર્શન કરવાનું મહાત્મ્ય હોય, ગઈકાલે વહેલી સવારથી જ ગોમતી ઘાટ પર ભાવિકોની ભીડ જોવા મળી હતી.

શ્રાવણના આખરી દિવસે સોમવાર અને અમાસના પાવન અવસરે હજારો ભાવિકોએ મોક્ષ દ્વારથી પણ જગતમંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં. અમાસના પવિત્ર ગોમતી સ્નાન પછી ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટ્યા હતાં. ગઈકાલે સવારે શૃંગાર આરતીએ ઠાકોરજીને ગુલાબી વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પૂજારી પરિવાર દ્વારા કરાયા હતાં જે દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh