Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાનું આધાર કેન્દ્ર પાણી ભરાયા પછી અઠવાડિયાથી બંધ

એટેન્શન પ્લીઝઃ પદાધિકારીઓ કૃપયા ધ્યાન દો

જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા સંચાલિત આધાર કાર્ડ સેન્ટરના મેદાનમાં વરસાદી પાણી ભરાયા હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી આધાર કાર્ડ સંબંધિત કામગીરી બંધ છે. પરિણામે અરજદારો હેરાન થઈ રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાંથી ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા હતાં, પરંતુ પાછલા તળાવની પાસે ચાલતા મહાનગરપાલિકાના આધાર કાર્ડ સેન્ટરમાં પાણી ભરાયા હોવાથી છેલ્લા એક સપ્તાહથી આ સેન્ટર બંધ છે.

અહિથી પાણી ઉચેલવાની તસ્દી મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી નથી. પરિણામે અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઈ જનસેવા કેન્દ્ર એક સપ્તાહ સુધી બંધ રહે તેવું ફક્ત મહાનગરપાલિકામાં જ જોવા મળે છે. હકીકતે આ લોકસેવા કેન્દ્રના મેદાનમાં ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી સત્વરે આ સેન્ટર પુનઃ કાર્યરત કરવું જોઈએ. તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.

અત્યાર સુધી તો જામનગર મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારી કોઈએ આ સેવા કેન્દ્રમાં ધ્યાન આપ્યું નથી જે દુઃખદ બાબત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh