Advertisement
Author: નોબત સમાચાર

મહેસુલ, માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાના પ્રશ્નોના સંદર્ભમાં બેઠક

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૩: રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડમાં માર્ગ અને મકાન વિભાગ (સટેટ), ગુજરાત ગેસ, ધ્રોળ નગરપાલિકા અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ જામનગરમાં નવા મંજુર થયેલ એસ.ટી. બસ સ્ટેન્ડનું કામકાજ, વૈકલ્પિક એસ.ટી. બસ સ્ટેન્ડ શરૂ કરવું, જામનગર મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં નવી રાશનની દુકાનો શરૂ કરવી સહિતના કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.

તેમજ ધ્રોળ અને કાલાવડ તાલુકામાં માંગણી મુજબ ગેસના નવા કનેક્શન ફાળવવા, નાઘેડી, ચેલા, લાખાબાવળ, સમાણા વિસ્તારોમાં ગેસના કનેક્શન ફાળવવા, ધ્રોળમાં જર્જરિત રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરવું, ડી.ટી.ટી. પાવડરનો લંટકાવ કરાવવો, નિયમિત સાફસફાઈ કરાવવી, ડમ્પિંગ સાઈટમાં કચરાનું નિયમિત ડમ્પિંગ કરાવવું, લાલપુર સમાણા તથા અલિયા કાલાવડ રોડનું સમારકામ કરાવવું, જાંબુડા-જોડિયા રોડ વાઈડનીંગ કરાવવું, ધુંવાવ ગામે પાણીની પાઈપલાઈનનું કામ વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈને તાત્કાલિક પૂર્ણ કરવા કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકા વિભાગ સ્ટેટ અને પંચાયત ચીફ ઓફિસર ધ્રોળ નગરપાલિકા, ગુજરાત ગેસ અને કલેક્ટર ઓફિસના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh