Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: લાલપુર તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી ખંભાળિયાના આહિરસિંહણનો શખ્સ નસાડી ગયો હતો અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને ભોગ બનનાર સગીરાને રૂ.૧ લાખનું વળતર અપાવ્યું છે.
ખંભાળિયા તાલુકાના આહિરસિંહણ ગામનો પિયુષ મનોજભાઈ ચુડાસમા (ઉ.વ.ર૧) નામનો શખ્સ થોડા સમય પહેલાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એક ગામના પરિવારની સગીર વયની પુત્રીને બાઈક પર નસાડી ગયો હતો.
આ શખ્સે તેણીને લગ્ન કરી લેવાનું પ્રલોભન આપી પોતાના સંબંધીના ઘેર સડોદર લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ દરમિયાન આરોપી પિયુષ મનોજભાઈની ધરપકડ કરી હતી. સગીરા પર એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારાયાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી સામે ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પિયુષ મનોજભાઈ ચુડાસમાને તકસીરવાન ઠરાવી દસ વર્ષની કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા આપવામાં આવી છે. જ્યારે તે સગીરાને પુનર્વસન માટે કમ્પેઈન્સેશનમાંથી રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial